Last Updated on March 14, 2021 by
શિહોર તાલુકાના ટાણા ગામે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂત અગ્રણીઓની અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનનો મુખ્ય ચહેરો રાકેશ ટીકૈત તેમજ સંયુક્ત કિસાન મોરચાના મુખ્ય અગ્રણીઓની ભાવનગર જિલ્લામાં કિસાન મહા પંચાયત ગોઠવવા બાબતે રણનીતિ ઘડવામાં આવી.
આ બેઠકમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત એકતા મંચ, કિસાન એકતા સમિતિ સહિત તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં અને સમગ્ર જિલ્લા માટે તમામ સંગઠનના પ્રતિનિધિઓની એક સંકલન સમિતિ તેમજ તાલુકા સમિતિઓની રચના કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં વ્યુહાત્મક કામગીરી હાથ ધરી ગામે ગામ ખેડૂતોની વેદના અને વ્યથાને વાચા આપવા માટે અલગ-અલગ ટીમો તૈયાર કરવામાં આવી અને દરેક ગામડે ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કરવા ખાસ રણનીતિ ઘડવામાં આવી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31