GSTV
Gujarat Government Advertisement

વડોદરામાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર SOGના દરોડા, 13ની ધરપકડ સાથે જપ્ત કર્યો લાખોનો મુદ્દામાલ

Last Updated on March 14, 2021 by

વડોદરાના હરણી રોડ પર ચાલતા કોલ સેન્ટર પર SOG એ દરોડા પાડ્યાં છે. જેમાં પોલીસે પિતા અને પુત્રો મળીને 13 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી 6 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઘટનામાં ભેજાબાજો અમેરિકી નાગરિકોને કોલ કરીને ફસાવતા હતાં. જેમાં ભેજાબાજ ટોળકી અમેરિકી નાગરિકોને ફોન પર ડ્રગ્સ ટ્રાફીકિંગ જેવા કેસોમાં ફસાઈ દેવાની ધમકી આપતા હતાં અને ત્યાર પછી સમાધાન માટે 100 ડોલરથી 500 ડોલર પડાવતા હતાં.

અગાઉ અમદાવાદમાં પણ સાયબર ક્રાઇમે ગેરકાયદે કોલ સેન્ટર ઝડપ્યું હતું

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમદાવાદમાં પણ સાયબર ક્રાઇમે ઇન્દોરમાંથી ગેરકાયદે ચાલતું એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને ઊંચા વળતરની લાલચે આ ગેંગ છેતરપિંડી કરતી હતી. એપીએમસીના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હતાં. તેમની પાસેથી પણ 18 લાખ રૂપિયાની રકમ પડાવી હતી.

સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા મધ્યપ્રદેશની ગેંગને ઝડપી પાડી હતી. સાયબર ક્રાઇમે ઇન્દોરમાં રેડ કરીને 31 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં 104 જેટલા મોબાઇલ, 45 કોમ્પ્યુટર અને એક લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33