GSTV
Gujarat Government Advertisement

2nd T 20 : ભારતને જીતવા ઇંગ્લેન્ડે આપ્યો 165 રનનો ટાર્ગેટ, ક્રિકેટરસીયાઓમાં અનેરો ઉત્સાહ

Last Updated on March 14, 2021 by

ઇંગ્લેન્ડ સામેની બીજી T-20 મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. જેમાં ઇન્ડિયા વતી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ડેબ્યુ કરી રહ્યાં છે. બંને ખેલાડીઓ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમે છે. ત્યારે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની 5 T-20 સીરીઝની રમાઇ રહેલી બીજી મેચમાં ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન કર્યાં છે. જેમાં જેસન રોયે 46, ઓઇન મોર્ગને 28, બેન સ્ટોક્સ અને ડેવિડ મલાને 24-24 રન કર્યા છે. જ્યારે ટીમ ઇન્ડિયામાંથી વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ, જ્યારે ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી લીધી છે.

5 T-20 ની સીરીઝમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ છે. તેમણે પ્રથમ T- 20માં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યાં છે. શિખર ધવનની જગ્યાએ ઇશાન કિશન અને અક્ષર પટેલની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં શામેલ કરવામાં આવ્યાં છે. મેચને લઇને ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ ટી-20માં ઇંગ્લેન્ડ સામે મેચ હાર્યા બાદ બીજી ટી 20 મેચમાં ટીમ ઇન્ડિયા બાઉન્સ બેક કરશે તેવી ચાહકોને આશા છે.

ઇન્ડિયન ટીમ : ઈશાન કિશન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, વી. સુંદર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ

ઇંગ્લેન્ડ ટીમ : જોસ બટલર (વિકેટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઓઇન મોર્ગન(કપ્તાન), સેમ કરન, ટોમ કરન, ક્રિસ જોર્ડન, જોફરા આર્ચર અને આદિલ રાશિદ

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33