GSTV
Gujarat Government Advertisement

પુત્રની ઝંખનામાં માતા-પિતા બન્યા હેવાન : માત્ર 32 દિવસની દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખતા અરેરાટી

Last Updated on March 14, 2021 by

આજની આ 21મી સદીમાં હજુ પણ સ્ત્રી ભૃણ હત્યા તો અટકવાનું નામ જ નથી લઇ રહી. પરંતુ હવે જમાનો એટલો ખરાબ આવ્યો છે કે જો બાળકીનો જન્મ થાય તો તેના જન્મ આપનારા માતા-પિતા પણ બાળકીને મોતને ઘાટ ઉતારતા ખચકાતા નથી. આવી જ એક ખતરનાક ઘટનાનો કડીમાં ઘટસ્ફોટ થયો છે.

બાળકી 32 દિવસની થઇ ત્યારે ગળું દબાવીને હત્યા કરી નખાઇ

કડીના કરણનગર રોડ પર આવેલા રાજભૂમિ ફ્લેટના ઘરમાં તાળા લાગી ગયા છે અને પરિવાર ફરાર છે. ઘટસ્ફોટ એવો થયો છે કે આ પરિવારે તેમને ત્યાં બાળકીનો જન્મ થયા બાદ જ્યારે બાળકી 32 દિવસની થઇ ત્યારે ગળું દબાવીને તેને મારી નાખી હતી.

સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે બાળકીનું નામ મિષ્ટી છે અને માતા રીનાબેન, પિતા હાર્દિકભાઇ, દાદા ઉપેન્દ્રભાઇ અને દાદી નીતાબેન કે જેમને ત્યાં બાળકીનો જન્મ થતા બાળકીની હત્યા કરીને બાદમાં પોલીસને અકસ્માતે મોતની જાણ કરી હતી.

તપાસમાં સામે આવ્યું કે, ‘બાળકીના ગળા પર લાલ નિશાન હતાં’

જો કે બાળકીનું પીએમ થયા બાદ તપાસમાં સામે આવ્યું કે, ‘બાળકીના ગળા પર લાલ નિશાન હતાં. જેમાં એ વાતનો ઘટસ્ફોટ થયો કે બાળકીની હત્યા થઇ હોઇ શકે. જો કે, આ ઘટના સામે આવ્યાં બાદ સમગ્ર પરિવાર ઘરને તાળું મારીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.’

આ ઘટના અંગે વર્ષ 2019 ના ડિસેમ્બર મહિનામાં ફરિયાદ પણ થઇ હતી. જો કે પેનલ પીએમ સહિતના કાર્યવાહીમાં બાળકીની હત્યા થઇ હોવાનું જણાતા પરિવાર ગાયબ છે. ત્યારે પોલીસે હાલમાં આ પરિવાર અંગે શોધખોળ શરૂ કરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33