GSTV
Gujarat Government Advertisement

ખાદી ઉદ્યોગ મરણશૈયા પર / અમૃત મહોત્સવના તાયફાઓ વચ્ચે ઘટ્યું ઉત્પાદન અને રોજગારી

Last Updated on March 14, 2021 by

એક તરફ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની હિમાયત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગાંધીજીએ રોજગાર વધારવા માટે ખાદીના ઉત્પાદનને સરકાર કોરાણે મૂકી રહી છે. એક આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં 10371 કરોડનું ઉત્પાદન ઘટ્યું છે તો વેચાણ પર 75 ટકા ઘટાડો હોવાનું સામે આવી રહ્યું છે.

ખાદી

કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં કરોડો રૂપિયાના આંધણ કરી રહી છે. પરંતુ, સરકાર ગાંધીજીએ જે ઉદ્યોગની હિમાયત કરી હતી તેવા ખાદીના ઉદ્યોગને કોરાણે મૂકી રહી છે. સરકારી આંકડા પર નજર કરીએ તો વર્ષ 2019-2020માં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા 18233 લાખનું ઉત્પાદન જયારે 19554 લાખનું વેચાણ કરવામાં આવ્યું હતું. જયારે, 2020-2021 દરમિયાન માત્ર 7862 લાખનું ઉત્પાદન સામે 5519 લાખનું જ વેચાણ થયું હતું. તો વર્ષ 2019-20 દરમિયાન 20182 લોકોને રોજગારી આપવામાં આવી હતી. જે હાલમાં ઘટીને માત્ર 5440 લોકોને જ રોજગારી આપવામાં આવી રહી છે

ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક લોકો બળાપો કાઢી રહ્યા છે કે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા ખાદી ઉદ્યોગ કે જેને ગાંધીજીએ રોજગારીના સર્જન માટે શરૂ કર્યો હતો. તેને વિકસિત કરવામાં સરકાર કોઈ પ્રયાસ નથી કરી રહી. પહેલા સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તેના પર પણ કાપ મૂકી દેવામાં આવ્યો છે. જેથી લોકોએ ખરીદી કરવાનું પણ ઓછું કરી દીધું છે તો બીજી તરફ આ ઉદ્યોગ માટે સબસીડી હોય કે અન્ય લાભો આપવામાં આવતા હતા તેને પ્રોત્સાહિત કરવા માટે પણ સરકાર નક્કર પગલા નથી લઇ રહી. જેથી ખાદી ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.

કોરોના કાળ દરમિયાન અનેક લોકો એ રોજગારી ગુમાવી દીધી છે અને વેચાણ પણ ઘટી ગયું છે. ખાદી ગ્રામોદ્યોગ દ્વારા સરકારને આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને કોરોના કાળમાં થયેલા નુકસાન માટે અને મદદ માટે કહેવામાં આવ્યું ત્યારે વેલ્ફેર ફંડ માંથી તેમને મદદ માટે કહી સરકારે હાથ ઊંચા કરી લીધા હતા.

મહત્વનું છે કે સરકાર આ ઉદ્યોગ તરફ નજર કરે તો અનેક લોકોને રોજગાર મળી શકે તેમ છે. સરકારે અન્ય ઉદ્યોગોને બેઠા કરવા માટે મદદ કરી એ જ રીતે આ ઉદ્યોગ કે જેને ગાંધીજીએ પ્રોત્સાહિત કર્યો હતો તેના તરફ પણ સરકાર ધ્યાન આપે એ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33