Last Updated on March 14, 2021 by
અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા તંત્ર સતર્ક થઇ ગયું છે. બીજી તરફ તબીબોએ પણ લોકોને સાવચેતી રાખવાની તાકીદ કરી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી અને ડૉ. રજનીશ પટેલે GSTV સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ ચેતવણી આપતા કહ્યું કે, ‘જો લોકો સાવચેતી નહીં રાખે તો દિવાળીની જેમ ફરી કોરોનાની લહેર આવશે. દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેન પણ જોવા મળી રહ્યાં છે. આથી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું કડકાઇથી પાલન કરવું પડશે.
IMA ના ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉકટર દેવેન્દ્ર પટેલે પણ ચિંતા વ્યક્ત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ વકરી રહ્યાં છે જેથી તબીબો પણ ચિંતિત બન્યા છે અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉકટર દેવેન્દ્ર પટેલે પણ કોરોના કેસ વકરતા ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘લોકો ધ્યાન રાખી રહ્યાં નથી. જેથી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.’
મહા મુસિબતે કોરોના સામે જીત મેળવી
આપણા દેશે મહા મુસિબતે કોરોના સામે જીત મેળવી છે અને હવે લોકો ભેગા થઈ રહ્યાં છે. જેનાથી કોરોના વધી શકે છે. જેઓએ કોરોના વેક્સિન લીધી હોય તેમણે પણ સાવચેતી રાખવા પર ડૉકટર દેવેન્દ્ર પટેલે ભાર મુક્યો છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ શહેરના ફુલબજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. કીડીયારું ઉભરાયું હોય તેવી ભીડ વચ્ચે કેટલાંય લોકો માસ્ક વિના જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ તો સાવ જ ભૂલાઈ ગયું હતું. નોંધનીય છે કે, શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 185 કેસ નોંધાવાની સાથે કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થવા પામ્યું છે. શહેરમાં શનિવારે નવા પાંચ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31