GSTV
Gujarat Government Advertisement

એન્ટિલિયા કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો ખુલાસો, જે ઇનોવામાં ભાગ્યા હતા આરોપીઓ તેનું સામે આવ્યું મુંબઈ પોલીસ કનેક્શન

Last Updated on March 14, 2021 by

એન્ટિલિયા કેસમાં ઇનોવા કારની કદી ઉકેલાઈ ગઈ હોવાના દાવા થઇ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર જે બે કાર પહોંચી હતી તેમાં એક હતી સ્કોર્પિયો અને બીજી હતી ઇનોવા કાર. ડ્રાયવર સ્કોર્પિયો છોડીને ઇનોવા ગાડીમાં બેસીને ફરાર થઇ ગયો હતો.

મુંબઈના મુલુંડ ટોલનાકા પર ઇનોવા કારમાં 2 લોકોને જોવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ઇનોવા કાર મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની હતી. સ્કોર્પિયો કારણ માલિક મનસુખ હિરન હતો પરંતુ ઇનોવા કાર કોની હતી? તેને લઈને તપાસ ચાલી રહી ચાટી. ઉચ્ચ તપાસમાં સામે આવ્યું છે કે આ કાર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની હતી. ઇનોવા કાર મુંબઈ પોલીસ અપરાધ શાખા (CIU)ની હતી. એન્ટિલિયા કેસમાં હાલ મુંબઈ પોલીસના વધુ એક અધિકારી રિયાઝ કાઝીની પૂછપરછ ચાલી રહી છે.

જોકે, સચિન વાજે સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી થયા પહેલા ક્રાઇમ બ્રાન્ચમાં તૈનાત હતો. શરૂઆતમાં ક્રાઇમ બ્રાન્ચ પોતે આ મામલે તપાસ કરી રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મામલે 2 કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્કોર્પિયો કારમાં જીલેટીન સ્ટીક્સ મળી આવી હતી. જયારે, બીજી ઇનોવા કાર હતી જે સ્કોર્પિયોની પાછળ આવી રહી હતી. મુંબઈના મુલુંડ ટોલનાકા પાસે ઇનોવા કાર જોવા મળી હતી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ઇનોવા અને સ્કોર્પિયો કાર એક સાથે મળી હતી અને બંને એન્ટિલિયા તરફ કારમાઈકલ રોડ તરફ આગળ વધી હતી.

NIAના સૂત્રોએ જણાવ્યું છે કે બંને ગાડીઓ એન્ટિલિયા બહાર પહોંચી હતી. સ્કોર્પિયોને બહાર ઉભી કરી દેવામાં આવી હતી અને તેનો ડ્રાયવર ઇનોવા કારમાં બેસીને ફરાર થઇ ગયો હતો. સ્કોર્પિયોમાં જીલેટીન સ્ટિક હતી. બાદમાં ઇનોવા કારને મુલુંડ ટોલનાકા પસાર કરતા અને થાણેમાં પ્રવેશ કરતા જોવા મળી હતી. થાણેમાં એન્ટ્રી કર્યા બાદ ઇનોવા કારનો કોઈ પત્તો નહોતો લાગ્યો. રસપ્રદ વાત તો એ હતી કે સચિન વાજે અને મનસુખ હિરન બંને થાણે વિસ્તારમાં રહે છે.

કેસની તપાસમાં લાગેલી NIA માટે સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે સ્કોર્પિયો કાર સચિન વાજે પાસે જે 17 ફેબ્રુઆરીએ જ ચોરી થઇ હતી. હાલતો, તપાસમાં અધિકારીઓ સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છે. વાજેના ઘરની બહાર લાગેલા સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33