GSTV
Gujarat Government Advertisement

ક્રૂડની કિંમતોએ હંમેશા દુનિયામાં ખળભળાટ મચાવ્યો , જનતાએ મોંઘા ઇંધણની ચક્રમાં પિસાતું રહેવાનું આવ્યું

Last Updated on March 14, 2021 by

ક્રૂડની કિંમતોએ હંમેશા દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. ક્યારેક તેના ભાવ આભને આંબે છે અને લોકો ત્રાહિમામ પોકારી જાય છે તો ક્યારેક પાણી જેટલું સસ્તું થઇ જાય છે. જો કે ભારતની પ્રજાને સસ્તું ઇંધણ નસીબમાં નથી.. કારણ કે સરકારે ક્રૂડ સસ્તુ થાય તો પણ તેનો લાભ જનતાને આપ્યો નથી. સરવાળે જનતાએ મોંઘા ઇંધણની ચક્રમાં પિસાતું રહેવાનું આવ્યું.

સરવાળે જનતાએ મોંઘા ઇંધણની ચક્રમાં પિસાતું રહેવાનું આવ્યું

આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલિયમની માંગમાં ઘટાડો થવા પાછળ કોરોના વાઇરસનો મોટો ફાળો રહ્યો… જો કે ઓઇલ માર્કેટની સ્થિતિ અચાનક બગડી નથી. કોરોના વાઇરસ ત્રાટક્યો અને દુનિયાભરમાં આર્થિક સંકટ પેદા થયું એના ઘણાં સમય પહેલાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો.

કોરોના વાઇરસ ત્રાટક્યો અને દુનિયાભરમાં આર્થિક સંકટ પેદા થયું

ગયા વર્ષની શરૂઆતમાં ઓઇલના ભાવ ૬૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ હતાં જે કોરોના મહામારીના દોરમાં ૨૦ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયા હતાં. દુનિયાભરમાં જંગી ઉત્પાદન કરતી ફેકટરીઓ બંધ થઇ ગઇ જેના કારણે પેટ્રોલિયમની માંગમાં મોટો ઘટાડો થયો. પરંતુ ભારતની કમનસીબ પ્રજાને આ ઘટાડાનો જરાય લાભ ન મળ્યો. જેમ જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમના ભાવ ઘટયાં તેમ તેમ સરકાર તેના પરની એક્સાઇઝ ડયૂટી વધારતી રહી. પરિણામ એ આવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમની કીંમત તળિયે હતાં ત્યારે પણ દેશની જનતા પેટ્રોલ-ડીઝલ માટે આસમાની ભાવ ચૂકવી રહી હતી.

પેટ્રોલ

લૉકડાઉન દરમિયાન પેટ્રોલિયમના ભાવ ઘટતા રહ્યાં ત્યારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવની રોજિંદી સમીક્ષા કરવાનું બંધ કરી દીધું. લૉકડાઉન દૂર થતાં પેટ્રોલિયમના ભાવ પાછા વધવા લાગ્યાં ત્યારે ઓઇલ કંપનીઓએ પાછા ભાવ વધારવાના શરૂ કર્યાં. સરકારે ચાર વર્ષ પહેલાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ડાયનેમિક પ્રાઇસિંગની વ્યવસ્થા લાગુ કરી હતી.. તે વખતે વખતે સરકારનો દાવો હતો કે ડાયનેમિક પ્રાઇસિંગ વ્યવસ્થા પ્રજાના ભલા માટે છે.

25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો કેવી રીતે

ડાયનેમિક પ્રાઇસિંગ વ્યવસ્થા પ્રજાના ભલા માટે

આંતરરાષ્ટ્રીય બજારમાં થતી પેટ્રોલિયમની વધઘટનો સીધો લાભ લોકોને મળશે. આ નિયમ કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓની પરસ્પરની સહમતિ બાદ અમલી બનાવવામાં આવ્યો હતો. જોકે ડાયનેમિક પ્રાઇસિંગની વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રોજબરોજ વધારો થવા લાગ્યો. જો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટવાનો સીધો લાભ જનતાને મળવો જોઇતો હતો.. પરંતુ સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારીને આ લાભ પોતાના ખિસ્સામાં મુકી દીધો.. જેથી પેટ્રોલ અને ડીઝલમાં ડાયનેમિક પ્રાઇઝની નીતિના અમલ બાદ જનતાને છેતરપિંડીનો અહેસાસ થવા લાગ્યો.. આ નિયમે લોકોના ખિસ્સા ખાલી કરવાથી વિશેષ કશું કર્યું નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33