GSTV
Gujarat Government Advertisement

કોર્ટથી રસ્તા પર આવ્યો વસીમ રિઝવી વિરુદ્ધનો આક્રોશ, પવિત્ર કુરાનને લઈને પહોંચ્યા હતા કોર્ટમાં

Last Updated on March 14, 2021 by

યુપીની રાજધાની લખનૌમાં વસીમ રિઝવી વિરૂદ્ધ આક્રોશ હવે કોર્ટથી રસ્તા સુધી આવી ગયો છે. શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ કુરાનમાં 26 કલમો હટાવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જેના વિરોધમાં મુસ્લિમ સંગઠન સામે આવ્યુ છે. આ અરજી વિરૂદ્ધ કેટલાક મુસ્લિમ સંગઠનોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યુ હતુ. રવિવારે પણ લખનૌમાં આને લઈને પ્રદર્શન થશે. આજે થનારી રેલીમાં મૌલાના કલ્બે જવાદ સામેલ થશે. રેલીની શરૂઆત હુસૈનાબાદના રૂમી ગેટથી થશે.

શનિવારે વસીમ રિઝવી તરફથી દાખલ વિવાદિત અરજી સાથે જોડાયેલા મામલે વિરોધ પ્રદર્શન થયા. જે બાદ પ્રદર્શનકારીઓએ વસીમ રિઝવીનુ પૂતળુ પણ સળગાવ્યુ. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. વસીમ રિઝવી વિરૂદ્ધ બજાર ખાલા થાણા વિસ્તારમાં પ્રદર્શન થયુ. આ વિરોધ પ્રદર્શનમાં શાહી ખૈરાત બહાર મોટી સંખ્યામાં શિયા સમુદાયના લોકો એકત્રિત થયા હતા. રિઝવીના ઘરની બહાર પણ પ્રદર્શનકારીઓએ કુરાન પઢી.

ભારતીય માનવતા ફોરમના અધ્યક્ષે વસીમ રિઝવીના કાશ્મીરી મુહલ્લા સ્થિત તેમના ઘરની બહાર વિરોધ સ્વરૂપ કુરાન પઢ્યુ. આ દરમિયાન વસીમ રિઝવીના ઘરની બહાર કડક સુરક્ષા રહી. રિઝવીના ઘરની બહાર સુરક્ષા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ કોર્ટમાં અરજી દાખલ કરીને કુરાનની 26 કલમોને હટાવવાની માગ કરી છે.

રિઝવી તરફથી કુરાનથી કલમ હટાવવા માટે અરજી દાખલ કર્યા બાદ મુસ્લિમ ધર્મ ગુરૂઓએ તેમના વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે. મૌલાના કલ્બે જવાદ નકવીએ રિઝવીને ઈસ્લામનો દુશ્મન જણાવતા તેમની ધરપકડ કરવાની માગ કરી હતી. જવાદે સાથે જ એ પણ આરોપ લગાવ્યો હતો કે રિઝવીએ મુસ્લિમ વિરોધી કટ્ટર તાકાતને ખુશ કરવા માટે આવુ કર્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33