Last Updated on March 14, 2021 by
સંઘપ્રદેશ સેલવાસના નરોલીમાં શુક્રવારે બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી મૂકી છે. આ ઘટનાનો આરોપી સંતોષની સેલવાસ પોલીસે ધરપકડ કરી છે.એસપી હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતુ કે આરોપીના ગુનાહિત ઈતિહાસ અંગે ઝારખંડ પોલીસને જાણ કરી વિગતો મેળવી રહ્યા છે. પરિવારજનો તથા રહીશોમાં ભારે આક્રોશ હતો. સાથે સાથે લોકો માંગ કરી રહ્યા હતા કે આરોપીને અમને સૌંપી દો અમે જ ન્યાય કરીશું તેવું જણાવી રહ્યા હતા. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને પોલીસ મથક ગઇ ગયા હતા.
આરોપીના ગુનાહિત ઈતિહાસ અંગે ઝારખંડ પોલીસને જાણ કરી વિગતો મેળવી રહ્યા
ઝારખંડમાં પણ ગુનામાં સંડોવણીની શક્યતા છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે..બાળકીના પિતાએ આઘાતમાં આવી ગયા બાદ એસિડ ફિનાલઇ પીધું હતુ. જો કે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતુ .દુષ્કર્મ બાદ આરોપીઓ બાળકીની હત્યા કરીને લાશને એક થેલીમાં ભરી દીધી હતી.
દુષ્કર્મ બાદ આરોપીઓ બાળકીની હત્યા કરીને લાશને એક થેલીમાં ભરી દીધી
ઉલ્લેખનીય છે કે આરોપી સંતોષ એના બીજા એક સાથી સાથે સોસાયટીમાં રહેતો હતો. તે ત્યાંની અથાલની કંપનીમાં કર્મચારી હતો. ઘટનાની આરોપીને જાણ કરતા તે સોસાયટીમાં આવ્યો અને પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જોકે પૂછપરછ દરમ્યાન પોલીસને શંકા જતા ધરપકડ કરી હતી.
CCTVની મહત્વની ભૂમિકા
સોસાયટીના સીસીટીવીમાં બાળકી જોવા મળી હતી. જેમાં બાળકી બિલ્ડિંગની બહાર નીકળવા માંગતી હતી, સાથે સાથે સામેની ઈમારતમાં રહેતી મિત્ર સાથે વાત કરતા દેખાઈ હતી. પોલીસને સીસીટીવીમાં ચોંકાવનારા દ્વશ્ય જોવા મળ્યા છે. જેમાં બાળકીને કોઈ હાથ પકડી ફરીથી બિલ્ડિંગમાં લઈ જાય છે, જો કે મહિલાને તે આરોપી દેખાતો નથી. ઉલ્લેખનીય છે કે બાળકી ઈમારતની બહાર નથી ગઈ સાથે સાથે વીડિયો ફૂટેજ જોતા જ પોલીસને આરોપીની ઓળખ થઈ અને તેને ઝડપવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીની મહત્વની ભૂમિકા રહી છે.
નોંધનીય છે જ્યારે પિતા-પુત્રીનો મૃતદેહ સોસાયટીમાં આવ્યો ત્યારે હાજર તમામ લોકોના આંખોમાંથી આંસુ નિકળ્યા હતા. લોકો આંસુ રોકી શક્યા નહોતા, વાતાવરણ અત્યંત ગમગીન બન્યું હતું. મૃતક બાળકીના ઘરે માત્ર 20 દિવસ અગાઉ એક પુત્રનો જન્મ થયો હતો. અને પરિવારમાં ખુશીનો માહોલ હતો, હર્ષોલ્લાસ અને આંનદના વાતાવારણ ક્યારે દુખમાં પલ્ટાયું એક સાથે બે લોકોના મોતથી પરિવાર પણ ભાંગી પડ્યો હતો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31