Last Updated on March 14, 2021 by
વડોદરા શહેરમાં પણ ધીમે ધીમે ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. વડોદરાના પાદરામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરાના પાદરાની વિવિધ શાળાઓમાં શિક્ષક અને આચાર્યો કોરોના પોઝિટિવ આવ્યા છે..આજે લતીપુરા ગામની સર્વોદય હાઈસ્કૂલમા પણ કોરોનાની એન્ટ્રી થઈ.વિવધ શાળાના આચાર્યો સહિત કુલ 7 શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે..કોરોનાના કારણે પાદરા,,માસરરોડ,..કરખડી,,સરસવણી ગામની હાઇસ્કૂલ બંધ કરાઇ છે.
કોરોનાના કારણે પાદરા,,માસરરોડ,..કરખડી,,સરસવણી ગામની હાઇસ્કૂલ બંધ
કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સાથે સારવાર દરમિયાન મોત થતા હોય તેવા કેસ પણ વધી રહ્યા છે. વિતેલા ૨૪ કલાક દરમિયાન ૫૨ વર્ષના એક આધેડ, ૫૮ વર્ષની મહિલા, ૬૨ વર્ષના અને ૭૮ વર્ષના વૃધ્ધ મળીને ચાર દર્દીઓના મોત થયા હતા. કોરોનાની સારવાર દરમિયાન જે દર્દીઓ મૃત્યુ પામે છે તે તમામને તંત્ર દ્વારા કોવિડ ડેથ જાહેર કરવામાં આવતા નથી. આવા દર્દીઓને જો અન્ય બિમારી હોય તો તે બિમારીને મૃત્યુનું કારણ બતાવીને કોરોનાથી થતા મૃત્યુના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. તે મુજબ આજના ચાર મોતને પણ તંત્રએ ગણતરીમાં લીધા નહોતા.
બીજી તરફ આજે કોરોનાના ૬૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ૬૦ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરીને રજા આપવામા આવી હતી. હાલમાં ૬૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૪૧ દર્દીઓ ગંભીર છે અને તેમને વેન્ટિલેટર ઉપર રખાયા છે તો ૯૩ દર્દીઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૫,૩૭૨ કેસ નોંધાયા છે જેમાંથી ૨૪,૫૨૦ દર્દીઓ સાજા થઇ ગયા અને સત્તાવાર રીતે ૨૪૨ દર્દીઓના મોત થયા જ્યારે બિનસત્તાવાર રીતે ૨,૫૧૧ દર્દીઓના મોત થઇ ચુક્યા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31