GSTV
Gujarat Government Advertisement

ફરી ગંભીર સ્થિતિ: પ્રત્યેક કલાકે સરેરાશ 32ને સંક્રમણ, રાજ્યમાં વધુ 775 કેસો આવ્યા સામે: અત્યાર સુધીના સર્વોચ્ચ કેસ

Last Updated on March 14, 2021 by

ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એકવાર દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૭૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. વર્ષ ૨૦૨૧માં અત્યારસુધી નોંધાયેલા આ સર્વોચ્ચ દૈનિક કેસ છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રત્યેક કલાકે સરેરાશ ૩૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૪,૨૦૦ છે જ્યારે ૫૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૨,૭૭,૩૯૭ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૨૨ છે. રાજ્યમાં ૧૩ ફેબુ્રઆરીના ૧,૭૬૩ એક્ટિવ કેસ હતા.

રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૪,૨૦૦

કોરોના

રાજ્યમાં ૧૩ ફેબુ્રઆરીના ૧,૭૬૩ એક્ટિવ કેસ

જિલ્લો      13 માર્ચએક્ટિવ કેસ
સુરત         2061088
અમદાવાદ   187839
વડોદરા        84658
રાજકોટ         77274
આણંદ           2383
મહેસાણા         2196
ભરૃચ             16106
ભાવનગર        1698
જામનગર        1695
ગાંધીનગર      1669

છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૧૮૮-ગ્રામ્યમાં ૧૮ સાથે ૨૦૬ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક ૫૫,૫૮૮ છે. રાજ્યમાંથી હાલ સુરતમાં સૌથી વધુ ૧,૦૮૯ એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરમાં ૧૮૫-ગ્રામ્યમાં ૩ સાથે ૧૮૮ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ૨૫ ડિસેમ્બર બાદ નોંધાયેલા આ સર્વોચ્ચ દૈનિક કેસ છે. અમદાવાદમાં કુલ કેસનો આંક ૬૪,૪૭૧ જ્યારે એક્ટિવ કેસનો આંક ૮૩૯ છે.

કોરોના

અમદાવાદમાં કુલ કેસનો આંક ૬૪,૪૭૧ જ્યારે એક્ટિવ કેસનો આંક ૮૩૯

વડોદરા શહેરમાં ૬૦-ગ્રામ્યમાં ૨૪ સાથે ૮૪, રાજકોટ શહેરમાં ૬૪-ગ્રામ્યમાં ૧૩ સાથે ૭૭ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૨૩ સાથે આણંદ, ૨૧ સાથે મહેસાણા, ૨૦ સાથે ભરૃચ, ૧૬ સાથે ગાંધીનગર-જામનગર-ભાવનગર, ૧૪ સાથે પંચમહાલ-છોટા ઉદેપુર, ૧૩ સાથે પાટણ, ૧૦ સાથે ખેડા, ૯ સાથે કચ્છ, ૭ સાથે સાબરકાંઠા, ૬ સાથે નવસારી, ૫ સાથે અમરેલી-દાહોદ-મહીસાગર, ૪ સાથે જુનાગઢ, ૩ સાથે સુરેન્દ્રનગરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બોટાદ અને ડાંગમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

બોટાદ અને ડાંગમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૨૨ જ્યારે સુરતમાં ૯૭૮ છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૬૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૩૮, સુરતમાંથી ૧૩૩, વડોદરામાંથી ૯૦, રાજકોટમાંથી ૭૯ એમ રાજ્યભરમાંથી ૫૭૯ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ૨,૬૮,૭૭૫ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૬.૮૯% છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33