Last Updated on March 14, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. રાજ્ય સરકાર આ મહામારીને નાથવા કમરકસી છે. દરેક જિલ્લા અધિકારીઓને આવશ્યકતા મુજબ પ્રતિબંધો લાદવાનો છૂટો દોર આપી દીધો છે. એટલું નહિ કોરોનાના નિયમોનું ઉલ્લંધન કરનારા સામે કઠોર કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે. તેમજ વધુને વધુ કોરોના ટેસ્ટ કરવાનું પણ સરકારે આરોગ્ય વિભાગે કહ્યું છે. મહારાષ્ટ્રમાં આજે દિવસભરમાં કોરોનાના નવા ૧૫૬૦૨ કેસ નોંધાયા હતા અને ૮૮ દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો જ્યારે કોરોના ૭,૪૬૭ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા અને રાજ્યમાં અત્યારે કોરોનાના ૧ લાખ ૧૮ હજાર ૫૨૫ દરદી સક્રીય છે. જે વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના 15 હજાર 602 નવા કેસ સામે આવ્યા તેમજ રાજયમાં કૂલ કેસોની સંખ્યા વધીને 22 લાખ 97 હજાર 793 પર પગોંચી ગયા છે. રાજયના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી. વિભઆગે કહ્યુ કે, રાજયમાં વધારે 88 લોકોની મહામારી થી મમોત થયાની પુષ્ટી થઈ છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में #COVID के 15,602 नए मामले सामने आए हैं, 7,467 डिस्चार्ज और 88 लोगों की मौत हुई है।
— ANI_HindiNews (@AHindinews) March 13, 2021
कुल मामले: 22,97,793
कुल डिस्चार्ज: 21,25,211
सक्रिय मामले: 1,18,525
कुल मृत्यु: 52,811 pic.twitter.com/x6b9V1L125
મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી મુંબઈ મહાનગરપાલિકા પણ ચિંતામાં છે. આજે મુંબઈનાં કોરોનાના નવા ૧૭૦૮ કેસ નોંધાયા હતા અને પાંચ દરદીના મોત થયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૪૧૯૮૫ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૧૫૨૪ થઈ છે. જ્યારે આજે ૯૪૧ દરદીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ દિન સુધી શહેરમાં કોરોનાના ૩,૧૬,૩૨૦ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે મુંબઈમાં કોરોના દરદી રિકવરીનું પ્રમાણ ૯૨ ટકા થયું છે. એટલે કે બે ટકા ઘટાડો થયો છે.
સ્વાસ્થ્ય વિભાગે કહ્યુ કે, મહારાષ્ટ્રના વિભિન્ન વિભાગોમાં પુણે વિભાગના જીલ્લામાં સર્વાધિક નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યુ કે, પુણે જીલ્લામાં ગત 24 કલાકમાં 3 હજાર 73 નવા કેસ સામે આવ્યા. તો નાસિક જીલ્લામાં 1 હજાર 522 નવા કેસ સામે આવ્યા.
જો રસીકરણની વાત કરીએ તો, મુંબઈમાં 15 માર્ચથી 5 કેન્દ્રો પર કોવિશીલ્ડ અને કોવેક્સિનના ડોઝ આપવામાં આવશે. દેશમાં શનિવારે 9 લાખ 74 હજાર 90 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાના વધતા કેસને જોતા નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યુ છે. તો પુણેમાં 31 માર્ચ સુધી સ્કુલો બંધ રહેશે. અકોલા, પરભણીમાં ફરી લોકડાઉન લગાવાયુ. તો હજુ પણ કોરોનાના વધતા જતા કેસને લઈને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં લોકડાઉન થવાની આશંકા વધી ગઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31