Last Updated on March 14, 2021 by
મુંબઈમાં મુકેશ અંબાણીની ઘરની પાસે મળી આવેલી કારમાં વિસ્ફોટક સામગ્રી મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મુંબઈ પોલીસ અધિકારી (Mumbai Police Oficer) સચિન વાજેની ધરપકડ કરી છે. મુબંઈમાં મુકેશ અંબાણીની ઘરની પાસે મળી આવેલી કારમાં વિસ્ફોટક સામગ્રી મળ્યાના મામલે સચીન વાજેની શનિવારના રોજ અંદાજીત 13 કલાકની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછદરમ્યાન પોલીસ ઓફિસરની ધરપકડ કરવામાં આવી હતી. શનિવાર બપોરના રોજ 11 કલાકે પૂછપરછ શરૂ થઈ હતી જે મધ્યરાત્રી સુધી ચાલી હતી.
પોલીસ અધિકારી સચિન વાજેલની ધરપકડ
NIAએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેને આઈપીસીની ધારા 286,456,473,506(2),120 બી, અને 4 એ બી આઈ વિસ્ફો ટક સામગ્રી પદાર્થ અધિનિયમ 1908 સહિત 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના ઘરની પાસે વાહનમાં વિસ્ફોટક રાખાવામાં અને સંડોવણી હોવાના આરોપ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.
NIA પાસે મળતી જાણકારી અનુસાર એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ સચિન વાજેની 12 કલાકની લાંબી પૂછપરછ પછી ધરપકડ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) તરફથી વાજે વિરુદ્ધ જાલસાજી, વિસ્ફોટક પદાર્થો સાથે બેદરકારી દાખવવા, નકલી મોહર બનાવવા અને અપરાધિત ધમકી આપવાનો મામલો નોંધવામાં આવ્યો છે. સચિન વાજેને રવિવારે આજે કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આવાસથી થોડી દુર એક સ્કોર્પિઓ કાર મળી હતી જેમાં અંદર જીલેટીન મળી આવ્યું હતું. આ મામલે શરૂઆતી તપાસ કરવા વાળા સચિન વાજે સામેલ હતા. જણાવી દઈએ કે આ કેસથી હટાવી દેવામાં આવ્યા છે અને આ મામલે તપાસ NIAએ પોતાના હાથમાં લીધી છે.
સચિન વાજે વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં બિઝનેસમેન મનસુખ હિરેનની સંદિગ્ન મોતની પણ તપાસ ચાલી રહી છે. જે સ્કોર્પિઓ કાર મુકેશ અંબાણીના ઘર બહાર મળી હતી, એના માલિક મનસુખ હિરેન હતા. મુકેશ હિરેન 5 માર્ચના રોજ મૃત મળ્યા હતા.
શનિવારે સવારે 11:30 વાગ્યાથી ચાલુ હતી તપાસ
શનિવારે 11:30 વાગ્યે સચિન વાજે દક્ષિણ મુંબઈ સ્થિત NIAની ઓફિસ પહોંચ્યા હતા. અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. NIA ઓફિસ પહોંચ્યા પહેલા સચિને પોતાના વોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું જેમાં તેમણે દાવો કર્યો હતો કે એમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31