Last Updated on March 13, 2021 by
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાને 20 વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી છે. ખાનગી હોસ્પિટલમાં શક્ય નહોતી તે સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ થઈ છે. કમરના મણકાની જટિલ અને અશક્ય ગણાતી રિવિઝન સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને અમદાવાદ સિવિલના તબીબોએ ‘સંકલ્પ સે સિદ્ધિ’નું ઝળહળતું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.
રાજસ્થાનના ચિત્તોડગઢના 55 વર્ષીય પુષ્પાદેવી સોનીને છેલ્લાં 20 વર્ષથી તેમને કમરમાં અસહ્ય દુઃખાવો હતો. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં વર્ષ 2000 અને વર્ષ 2014માં, એમ બે વખત ઑપરેશન કરાવ્યું હતું. આખરે પુષ્પાદેવી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં એક્સ-રૅ, MRI તથા સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું કે પુષ્પાદેવીની કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન દરમિયાન મુકવામાં આવેલા સ્ક્રૂ તુટેલા હતાં. કમરનાં ચાર મણકાંમાં પણ *સ્પોન્ડિલોલિસ્થેસિસ* નામની તકલીફ હતી
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31