GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો / 24 કલાકમાં 775 નવા કેસ, ઘટ્યો રિકવરી રેટ

Last Updated on March 13, 2021 by

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 775 કેસ નોંધાયા છે. તો 579 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 2 લાખ 68 હજાર 775 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. જેના કારણે કુલ 4442 દર્દીઓના આજદિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.

કોરોના

તો રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4200 પર પહોંચી ગઇ છે. તો 53 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 187, સુરતમાં 206, વડોદરામાં 84 અને રાજકોટમાં 77 નવા કેસ નોંધાયા છે.

કોરોના

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં 206 નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ સચિનના ભાટિયા ચેક પોસ્ટ પર આવેલ ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.જ્યાં સ્થળ પર કરવામાં આવી રહેલી કામગીરીનું પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું હતું.

સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે. ખાસ કરીને શાળા – કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવાઇ છે. શુક્રવારે  સુરતની 37 શાળા- કોલેજોમાં વિધાર્થી- કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયુ હતુ. શુક્રવારે 2 હજાર 484 વિધાર્થીઓ અને કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા જેમાંથી 6 વિધાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના સંક્રમિત મળ્યા હતા.  કોરોનાગ્રસ્તા શિક્ષકો અને વિધાર્થીઓને હોમ આઇસોલેશનમા મોકલીને જે તે શાળાઓ બંધ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33