Last Updated on March 13, 2021 by
સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે કોરોના ટેસ્ટિંગની કામગીરીનું મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યુ હતુ. મહાપાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ આજે સચિનના ભાટિયા ચેક પોસ્ટ પર આવેલ ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.જ્યાં સ્થળ પર કરવામાં આવી રહેલી કામગીરીનું પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે.જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ સચિનના ભાટિયા ચેક પોસ્ટ પર આવેલ ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.જ્યાં સ્થળ પર કરવામાં આવી રહેલી કામગીરીનું પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું હતું.સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે. ખાસ કરીને શાળા – કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવાઇ છે. શુક્રવારે સુરતની 37 શાળા- કોલેજોમાં વિધાર્થી- કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયુ હતુ. શુક્રવારે 2 હજાર 484 વિધાર્થીઓ અને કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા જેમાંથી 6 વિધાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના સંક્રમિત મળ્યા હતા. કોરોનાગ્રસ્તા શિક્ષકો અને વિધાર્થીઓને હોમ આઇસોલેશનમા મોકલીને જે તે શાળાઓ બંધ કરવામાં આવી હતી.
સુરતમાં કોરોના એ ફરી એક વખત માથું ઉંચકતા તંત્ર ચિંતિત બન્યું છે.મોલ અને કોમ્પેલક્ષ જેવા સ્થળો પર વિકેન્ડના દિવસે ભારે ભીડ એકત્ર ના થાય તે માટે શહેરના ડુમસ રોડ પર આવેલ મોલ ને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે…જેના પગલે આજ અને આવતીકાલે ડુમસ રોડ પર આવેલ અલગ અલગ મોલને બંધ રાખવાનો નિર્ણય સંચાલકો તરફથી કરવામાં આવ્યો છે.. શહેરમાં આવેલી ખાનગી શાળા- કોલેજોમાંથી દરરોજ આઠથી દસ કેસ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે.જેના કારણે શાળા- કોલેજોના વર્ગખંડને પણ બંધ કરવામાં આવી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31