Last Updated on March 13, 2021 by
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસને પહેલા મહાનગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો બાદમાં જિલ્લા – તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ પછડાટ મળ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી અમિત ચાવડાએ રાજીનામુ આપી દીધું હતું. ત્યારથી આજદિન સુધી ચર્ચાઓ ચાલી રહી હતી કે ગુજરાતમાં હવે કોંગ્રેસનું સુકાન કોણ સંભાળશે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં નવા નેતાઓની પસંદગીની વાત વચ્ચે ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના નવા નેતાની નિમણૂંક થવાની છે. આ સમયે ભરતસિંહ સોલંકી દિલ્હી જતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. મહત્વનું છે કે પ્રદેશ પ્રમુખની રેસમાં ભરતસિંહ સોલંકીનું પણ નામ ચાલી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે દિલ્હી હાઈકમાન્ડે પરામર્શ કરવા બોલાવ્યાં હોવાનો સુત્રોનો દાવો છે. તો બની શકે ભરતસિંહ સોલંકી પોતાના માટે જ દિલ્હી લોબિંગ કરવા પહોંચ્યા હોય. રાજ્યસભાની ટિકિટ જે રીતે દબાણ કર્યું હતું તે જ રીતે ભરતસિંહ કરી રહ્યા છે દબાણ. મહત્વનું છેકે પ્રદેશ અધ્યક્ષ બનવા માટે ભરતસિંહ સોલંકી દબાણ કરી રહ્યા છે.
ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો હતો. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો ત્યારે, ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા હતા કે કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે. તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. આ રાજીનામાનો કોંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકાર કરી લીધો છે અને માર્ચના અંત સુધીમાં નવા નેતાઓના નામની જાહેરાત થશે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ગુજરાતમાં કથળતા જતા કોંગ્રેસના રાજકારણથી નવા નેતાઓને તક આપી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે રકાસ થયો છે.
તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામા મોકલ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે એક પછી એક જે રીતે હારનો સામનો કરવો પડી રહ્યો છે તેને જોતાં આ રાજીનામા પડ્યા છે. હાલની ચૂંટણીમાં ભાજપે 2010નું પુનરાવર્તન કર્યું છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપ જીત તરફ છે. જ્યારે કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ પરાજય તરફ છે. આમ કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.
2020માં પણ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું હતું રાજીનામું
ગુજરાત કાંગ્રેસના 32મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા સુકાન સંભાળી રહ્યા હતા. જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો હતો. વર્ષ 2019ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ હતું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પણ કોંગ્રેસના ભૂંડા રકાસ બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું હાઈકમાન્ડને મોકલાવી દીધું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31