Last Updated on March 13, 2021 by
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકા એક વધારો થવા લાગ્યો છે. કોરોનાના દૈનિક કેસો વધીને 700થી ઉપર પહોંચી ગયા છે. હવે આ મહામારી સ્કૂલો સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં સ્કૂલ ખોલવાની ઉતાવળ સરકારને ભારે પડી શકે છે. સ્કૂલોમાં મોટી સંખ્યામાં છાત્રો કોરોના પોઝિટીવ આવવા લાગ્યા છે. સુરતમાં તાજેતરમાં કોરોના પરીક્ષણમાં 85 છાત્રો અને શિક્ષકો પોઝિટીવ મળ્યા છે. આ કેસોએ રાજ્ય સરકારને કોરોના મામલે નવી રણનીતિ ઘડવા માટે મજબૂર કર્યા છે.
According to a study published by Davies and colleagues in Science in March 2021, study researchers reported that the B.1.1.7 variant had 43–90% higher reproduction numbers than the pre-existing variants. This variant strain is seen in the city. All to take utmost precaution
— Banchha Nidhi Pani (@banchha1) March 13, 2021
રૂપાણીએ ગઈકાલે કોરોના સંદર્ભે ટોપલેવલની એક બેઠક પણ બોલાવી હતી. કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે ગુજરાતમાં સ્કૂલોમાં છાત્ર અને છાત્રાઓના કોરોના ટેસ્ટ કરાવાઈ રહ્યા છે. અત્યારસુધીમાં કોરોના તપાસ કરાઈ છે. જેમાં સુરતમાં અત્યારસુધીમાં 85 બાળકો અને શિક્ષકો કોરોના પોઝિટીવ મલી ચૂક્યા છે. આ તમામ સ્કૂલોમાં તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. 5 કે તેથી વધુ કેસો મળ્યા હોય તેવી સ્થિતિમાં ઘણી સ્કૂલોને સુરતમાં બંધ કરી દેવાની ફરજ પડી છે. સુરતમાં યુકે સ્ટ્રેઈનનો ખતરો વધતો જ જાય છે. આજે સુરતમાં મ્યુન્સિપલ કમિશ્નર બંછાનીધિ પાણીએ ટવીટ કરીને આ જાણકારી આપી છે.
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ સચિનના ભાટિયા ચેક પોસ્ટ પર આવેલ ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં સ્થળ પર કરવામાં આવી રહેલી કામગીરીનું પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું હતું. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે. શહેરમાં આવેલી ખાનગી શાળા- કોલેજોમાંથી દરરોજ આઠથી દસ કેસ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. જેના કારણે શાળા- કોલેજોના વર્ગખંડને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને શાળા – કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવાઇ છે. શુક્રવારે સુરતની 37 શાળા- કોલેજોમાં વિધાર્થી- કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતું. શુક્રવારે 2 હજાર 484 વિધાર્થીઓ અને કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા જેમાંથી 6 વિધાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના સંક્રમિત મળ્યા હતા. કોરોનાગ્રસ્ત શિક્ષકો અને વિધાર્થીઓને હોમ આઇસોલેશનમાં મોકલીને જે તે શાળાઓ બંધ કરવામાં આવી હતી.
સુરતમાં કોરોના એ ફરી એક વખત માથું ઉંચકતા તંત્ર ચિંતિત બન્યું છે.મોલ અને કોમ્પેલક્ષ જેવા સ્થળો પર વિકેન્ડના દિવસે ભારે ભીડ એકત્ર ના થાય તે માટે શહેરના ડુમસ રોડ પર આવેલ મોલ ને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. જેના પગલે આજ અને આવતીકાલે ડુમસ રોડ પર આવેલ અલગ અલગ મોલને બંધ રાખવાનો નિર્ણય સંચાલકો તરફથી કરવામાં આવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31