GSTV
Gujarat Government Advertisement

સલાહ/ સ્મૉકિંગની લતથી દૂર થવું ઘણુ મુશ્કેલ પણ આ છે ઘરેલું ઉપાયો, આ જોખમી બીમારીઓથી મળી જશે રાહત

Last Updated on March 13, 2021 by

આજે દેશભરમાં નો સ્મૉકિંગ ડે મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે માર્ચ મહીનાના બીજા બુધવારે ‘નો સ્મોકિંગ ડે’ તરીકે મનાવવામાં આવે છે. તેને મનાવવાની શરૂઆત વર્ષ 1984માં થઇ હતી. આ દિવસ વિશ્વભરમાં લોકોએ સ્મોકિંગ વિરુદ્ધ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેનાથી લોકો સ્મોકિંગ અથવા ધૂમ્રપાન છોડી શકે. અહીં જાણો, સ્મૉકિંગ છોડવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે…

સ્મૉકિંગ છોડવાના ઘરેલૂ ઉપાય

  • દિવસભર ખૂબ જ પાણી પીઓ. હકીકતમાં પાણી શરીરમાંથી વિષાયુક્ત પદાર્થોને કાઢવામાં ખૂબ જ લાભદાયી હોય છે. ભોજન કરવાથી 15 મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પીઓ, તેનાથી મેટાબૉલિક રેટ કંટ્રોલમાં રહે છે. તેનાથી સ્મૉકિંગની આદત પણ ધીમે-ધીમે છૂટવા લાગે છે.
  • દરરોજ એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મધ નાંખીને પીવાથી સિગરેટ પીવાની લતને છોડવામાં મદદ મળે છે.
  • છીણેલા મૂળા ખાવાથી તે લોકોને લાભ મળી શકે છે, જે ચેન સ્મોકર્સ અથવા તો ખરાબ આદતથી પીડિત છે. તેને મધની સાથે પણ ખાઇ શકાય છે.

બ્રેકફાસ્ટમાં ઑટ્સ ચોક્કસપણે સામેલ કરો

  • ઑટ્સ શરીરમાંથી વિષાયુક્ત પદાર્થોને બહાર કાઢીને સ્મોકિંગ કરવાની ઇચ્છા ઓછી કરવામાં મદદ કરે છે. એવામાં બ્રેકફાસ્ટમાં ઑટ્સ ચોક્કસપણે સામેલ કરો.
  • જ્યારે પણ સ્મૉકિંગનું મન થાય તો તમે મુલેઠીનું દાંતણ લઇને તેને ચાવી શકો છો. આમ કરવાથી સ્મોકિંગની ઇચ્છા ઓછી થઇ જશે.
  • જ્યારે પણ સ્મોકિંગની ઇચ્છા થાય તો 1 ગ્લાસ પાણીમાં ચપટીભર લાલ મરચું પાઉડર નાંખીને પી જાઓ. તમને તેનાથી તરત રાહત મળી જશે.
  • જિનસેંગ એક હર્બ છે, જે શરીરમાં કોર્ટિસોલના લેવલને ઓછુ કરે છે અને એનર્જી સ્તરને વધારી દે છે. એવામાં સિગરેટ પીવાનું મન થશે નહીં.
  • બે મોટી ચમચી બેકિંગ સોડા એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને થોડાક દિવસ સુધી નિયમિત રીતે તેને જમ્યા પછી પીઓ. તેનાથી સ્મૉકિંગની લત ધીમે-ધીમે છૂટવા લાગશે. કોઇ પણ નુસ્ખા અજમાવતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ લો.

સિગરેટ પીવાથી કેન્સર અને હાર્ટ અટેક જેવી જોખમી બીમારીઓ થઇ શકે

ડૉક્ટર્સનું કહેવું છે કે સિગરેટ પીનારને તો નુકશાન કરે જ છે પરંતુ તેને પણ નુકશાન કરે છે જે તેના ધુમાડાના સંપર્કમાં રહે છે. સિગરેટ પીવાથી કેન્સર અને હાર્ટ અટેક જેવી જોખમી બીમારીઓ થઇ શકે છે. એવામાં નો સ્મૉકિંગ ડે પર તમે પણ સિગરેટથી દૂર રહેવાનો પ્રયાસ કરો. આમ તો સ્મૉકિંગની લતથી દૂર થવુ ઘણુ મુશ્કેલ હોય છે પરંતુ કેટલાક ઘરેલૂ નુસ્ખાને અજમાવીને તેને છોડી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

હેલ્થ ટીપ્સ / શું તમે જાણો છો ચૂરમાના લાડુ પર ભભરાવવામાં આવતી ખસખસના ફાયદા? જાણશો તો રહી જશો દંગ