GSTV
Gujarat Government Advertisement

કંદહાર હાઈજેકમાં કુરબાની આપવા તૈયાર હતા મમતા બેનરજી, સરકારને કહ્યું હતું કે આતંકવાદીઓને મને સોંપી દો

Last Updated on March 13, 2021 by

ટીએમસીમાં જોડાઈ ગયેલા ભાજપના પૂર્વ નેતા અ્ને વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા યશંવત સિંહાએ નવો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, વાજપાઈ સરકારના કાર્યકાળ દરમિયાન ઈન્ડિયન એરલાઈન્સના વિમાનના અપહરણની ઘટના બની હતી અને આ વિમાનને આતંકીઓ અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં લઈ ગયા હતા.

દેશ માટે કુરબાની આપવા તૈયાર હતા મમતા

આ મુદ્દે જ્યારે કેબિનેટમાં ચર્ચા થઈ રહી હતી ત્યારે મમતા બેનરજીએ કહ્યું હતું કે, જો આતંકવાદીઓ બાકીના મુસાફરોને છોડવા માટે તૈયાર હોય તો હું ત્યાં જઈને બંધક બનવા માટે તૈયાર છું અને દેશ માટે જે પણ કુરબાની આપવી પડે તે આપવા માટે મારી તૈયારી છે.

શું છે કંદહાર હાઈજેક કાંડ

ઉલ્લેખીય છે કે, કંદહાર હાઈજેકિંગ કાંડ 1999માં થયો હતો અને આ મામલામાં સરકારે ત્રણ આતંકીઓને મુસાફરોના બદલામાં છોડવાની ફરજ પડી હતી.

આજે ટીએમસીમાં જોડાયા બાદ યશવંત સિંહાએ આ મામલાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, દેશમાં આજે આપણા મુલ્યો અને સિધ્ધાંતો જોખમમાં છે. લોકતંત્રને મજબૂત બનાવવા માટે કામ કરતી સંસ્થાઓને નબળી પાડવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33