GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ ગુજરાતના આ શહેરમાં જવા કરાવો પડશે ફરજિયાત કોરોના ટેસ્ટ : તહેવારો, મોલ અને સ્કૂલ-કોલેજો મામલે ના છૂટકે લેવા પડ્યા આ નિર્ણય

કોરોના

સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના ટેસ્ટ કરાશે. કોરોનાએ ફરી ઉપાડો લેતા તંત્રની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે. સુરતમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે. જેથી બહારગામથી સુરત પરત ફરતા લોકોનું ફરજીયાત કોરોના ટેસ્ટિંગ ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કરવામાં આવી રહ્યું છે. જ્યાં ચેકપોસ્ટ પર કરવામાં આવી રહેલી કોરોના ટેસ્ટિંગની કામગીરીનું નિરીક્ષણ કરવા પાલિકા કમિશનર કમિશનર બંછાનિધિ પાણી પહોંચ્યા હતા. આજે સચિનના ભાટિયા ચેક પોસ્ટ પર આવેલ ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે. ખાસ કરીને શાળા – કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવાઇ છે. શુક્રવારે સુરતની 37 શાળા- કોલેજોમાં વિધાર્થી- કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતું. શુક્રવારે 2 હજાર 484 વિધાર્થીઓ અને કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા જેમાંથી 6 વિધાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના સંક્રમિત મળ્યા હતા. કોરોનાગ્રસ્ત શિક્ષકો અને વિધાર્થીઓને હોમ આઇસોલેશનમાં મોકલીને જે તે શાળાઓ બંધ કરવામાં આવી હતી.

સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા નિર્ણય કરાયો

સુરતમાં હોળી-ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે. પાલિકા કમિશ્નરની અલગ અલગ સમાજના આગેવાનો જોડે બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા નિર્ણય કરાયો છે. સુરતમાં દર વર્ષે હોળી-ધૂળેટીના મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થતા હોય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમો પર રોક લાગી છે. સુરતમાં કોરોનાની પર્વતમાન સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રતિદિવસ 12 હજાર જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત શાળા અને કોલેજોમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.

સિટીમાં 45 દિવસ બાદ કોરોનામાં મોત નોંધાયુ

સુરત સિટીમાં કોરોનાની રફ્તાર ફરી તેજ બની રહી છે. લાંબા સમય પછી સિટીમાં દોઢ માસ બાદ કોરોનામાં વૃધ્ધનું મોત થયુ છે. સિટીમાં આજે નવા 183 અને ગ્રામ્યમાં 13 મળી કુલ 196 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 102 અને ગ્રામ્યમાં 12 મળી 114 દર્દીઓને રજા મળી છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સિટીમાં 45 દિવસ બાદ કોરોનામાં મોત નોંધાયુ છે. વેસુ ખાતે રહેતા 82 વર્ષીય વૃધ્ધને કોરોના ચિહ્ન દેખાતા ગત તા.9 મીએ નવી સિવિલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. તેઓ પાર્કીન્સોનીસમની બિમારીથી પીડાતા હતા.

સૌથી વધુ અઠવામાં 59,રાંદેરમાં 46કેસ નોંધાયા

સિટીમાં નવા 183 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 59,રાંદેરમાં 46,સેન્ટ્રલ અને લિંબાયતમાં 15-15 કેસ છે. સીટીમાં સિવિલના નર્સિગ સ્ટાફ, પાલિકાના ઝોનલ ચીફ સિટી ઇજનેર, પાલિકાના શહેર વિકાસ વિભાગના કર્મચારી, 5 વિદ્યાર્થી, ટેક્સટાઇલ-સાડી-એમ્બ્રોઇડરી-પ્લાસ્ટીક-હીરા-કાપડ વ્યવસાયી સહિત 16 વ્યવયાસી, નાનપુરામાં જી.એસ.ટી ઓફિસમાં નોકરી કરનાર, વિવિધ બેન્કમાં મેનેજર અને બે કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33