GSTV
Gujarat Government Advertisement

ભાટિયા/ મોટી રેલ દુર્ઘટના સહેજમાં ટળી, ટ્રેનમાં ફસાયા તૂટેલા વીજ વાયરો અને….

ટ્રેન

Last Updated on March 13, 2021 by

ભાટિયા પાસે મોટી રેલ દુર્ઘટના સહેજમાં ટળી છે. ભાટીયા હર્ષદ રોડ પરના રેલવે સ્ટેશન ફાટક આગળ વીજ કંપનીનો ગાર્ડ વાયર રેલવેના કેટનરી વાયર પર તૂટીને પડયો હતો. રેલવેનો કેટનરી વાયર તૂટયો તે વખતે જ ટ્રેન નીકળતા વાયરો ટ્રેનમાં ફસાયા હતા. તૂટેલા વાયરો ટ્રેનના એન્જીનના આગળના ભાગોમાં ફસાતા ટ્રેનને રોકી દેવાઇ હતી. જેના કારણે સદનસીબે  મોટી જાનહાની થતા અટકી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ, સ્થાનિક પોલીસે તેમજ PGVCLના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વીજ વાયર તૂટવાને કારણે દોઢ કલાક સુધી ફાટક બંધ રાખવા પડ્યા હતા.

ભાટિયા

શું છે સમગ્ર ઘટના

આ અંગેની વિગત મુજબ 7:45 વાગ્યાના અરસામાં ભાટિયા-હર્ષદ રેલવે ટ્રેક પરથી પસાર થતી ઓખા-અરનાકુલમ ટ્રેનના એન્જીન ઉપર પીજીવીસીએલના વીજવાયરનો ગાર્ડ વાયર તુટતા રેલવેની ઇલેકટ્રીક લાઈનના કેન્ટીન વાયર પર પડતા એન્જીનમાં ફસાયેલા વાયરો સાથે ટ્રેન 100 મીટર સુધી દોડી ચાલી હતી. જો કે, સદનસીબે ઈલેકટ્રીક વાયરનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી વીજ સપ્લાય બંધ હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ તેમજ પીજીવીસીએલના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા રિપેરીંગ કામ કરી દોઢ કલાકની જહેમત બાદ વાયરો દૂર કરવામાં આવ્યાં હતાં અને આ દોઢ કલાક દરમિયાન ભાટિયા નજીક ત્રણ રેલવે ફાટકો બંધ રાખવામાં આવ્યાં હતાં. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33