Last Updated on March 13, 2021 by
ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક થશે. આ પહેલા, બંગાળ બીજેપી કોર ગ્રુપની એક બેઠક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના આવસ પર થશે. બંગાળ બીજેપી કોરની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ ઉપરાંત આસામ સીએમ સર્બાનંદ સોનાવાલ, એમના મંત્રીમંડળના સહયોગી હિંમત બિસ્વા સરમાં પણ જેપી નડ્ડાના આવાસ પર પહોંચ્યા છે. હાલ જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે 7 વાગ્યે ચૂંટણી સમિતિની બેઠક પહેલા બીજા ઉમેદવારોના નામ પર ચર્ચા બીજેપી કોર ગ્રુપની બેઠકમાં થશે.
ઉમેદવારોની સૂચિ પર ચર્ચા
બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિ 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે બેઠક થવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક સાંજે 7 વાગ્યે શરુ થશે. પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પોન્ડિચેરીમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારની સૂચિ પર ચર્ચા કરવાની છે.
આ ચાર રાજ્યોમાં ચૂંટણી
ચાર રાજ્યો, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડિચેરીમાં 824 વિધાનસભા માટે ચૂંટણી થવાની છે જેના માટે ઉમેદવારોના નામ નક્કી કરવાના છે.
કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હી પાર્ટી મુખ્યાલયમાં બેઠક થશે. સમિતિ, જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જગત પ્રકશ નડ્ડા સામેલ છે. આ મિટિંગમાં સામેલ થવા માટે સુભેન્દુ અધિકારી દિલ્હી પહોંચ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31