Last Updated on March 13, 2021 by
એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં કોરોનાની રસી મૂકાવાની પણ જાગૃત વધી રહી છે. જોધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં પણ કોરોના રસીકરણના ડોઝ માટેની લાંબી લાઈનો લાગી છે. અહી રોજના ૭૦૦ લોકોને રસી આપવામાં આવે છે. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન રસી લેવા પહોંચ્યા છે. જો કે રસી લેવા પહોંચેલા સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો.
અમદાવાદીઓ ચેતજો, કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે નવા 141 કેસ નોંધાયા છે.ઉપરાંત એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે.શહેરમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 290 પોઝિટિવ કેસ નોધાયા છે.હાલની પરીસ્થિતિમાં અમદાવાદમાં કોરોનાના કુલ 458 એકટિવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
એક વર્ષમાં અમદાવાદમાં આટલા કોરોના કેસ
આ અંગે મળતી માહીતી મુજબ,શુક્રવારે શહેરમાં કોરોનાના નવા 141 કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ 60198 કેસ નોંધાવા પામ્યા છે.બીજી તરફ શુક્રવારે 131 જેટલા સંક્રમિત દર્દીઓને સારવાર બાદ મુકિત અપાતા માર્ચ-2020થી અત્યાર સુધીમાં કુલ 57466 લોકો કોરોનાની સારવારમાંથી મુકત થયા છે.કોરોના સંક્રમિત થવાથી શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2265 લોકોના મરણ થવા પામ્યા છે.
નવા ચાર સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા
અમદાવાદ શહેરમાં શુક્રવારે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને નવા ચાર સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.બે દિવસ બાદ શહેરમાં ફરી કોરોના વિરોધી વેકિસન આપવાની કામગીરી શરૂ કરાઈ છે.
કુલ 18022 લોકોને રસી આપવામાં આવી હતી જેમાં 11206 સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે અગાઉ જાહેર કરેલા સ્થળ પૈકી ચાર સ્થળમાં મુકવામાં આવેલા નિયંત્રણ દુર કરી નવા ચાર સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા હોવાનું સત્તાવાર યાદીમાં કહ્યુ છે.
નવા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળમાં જોધપુર વોર્ડના રત્નાકર હેલિકોન, ઘાટલોડીયા વોર્ડમાં આવેલા સત્ય એપાર્ટમેન્ટ, આકાંક્ષા એપાર્ટમેન્ટ અને બોડકદેવ વોર્ડમાં આવેલા સુરેલ એપાર્ટમેન્ટના સંક્રમિત સ્થળનો સમાવેશ થાય છે.શુક્રવારે રસી લેનારાઓમાં 9548 પુરૂષ અને 8474 મહિલાઓનો સમાવેશ થાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31