GSTV
Gujarat Government Advertisement

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે/ સીંગતેલના ભાવમાં એક ઝાટકે આટલા રૂપિયાનો વધારો, કપાસિયા તેલનો ડબ્બો 2000ને પાર

સીંગતેલ

Last Updated on March 13, 2021 by

લોકો પર મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે. સીંગતેલ કપાસિયા તેલ અને સનફ્લાવર તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સનફ્લાવર તેલમાં બે દિવસમાં 180 રૂપિયાનો  ધરખમ ભાવ વધારો થયો છે. તો સીંગતેલમાં રૂપિયા  20 નો વધારો થયો છે. કપાસિયા તેલમાં 45  રૂપિયાનો વધારો થયો છે.જેના પગલે કપાસિયા તેલનો ડબ્બો 2000 ને પાર પહોંચ્યો છે. પામ તેલમાં રૂપિયા 10નો વધારો થયો છે તો કોર્ન ઓઇલમાં 20નો વધારો થયો છે. સરસિયા તેલના ભાવમાં પણ વીસ રૂપિયાનો વધારો થયો છે.

ઑયલ

અમદાવાદમાં સિંગતેલ ડબો રૂ. 2620, કપાસીયા 2150

વૈશ્વિક અહેવાલો અને ઉત્પાદક મથકોના પ્રોત્સાહક અહેવાલો પાછળ અમદાવાદ તેલીબીયા બજારમાં આજે તમામ પ્રકારના ખાદ્ય તેલોમાં આગઝરતી તેજીનો માહોલ ઉદ્ભવવા પામ્યો હતો. જેમાં આજે સિંગતેલના ડબાએ રૂ. ૨૬૦૦ની અને કપાસીયા તેલના ડબાએ રૂ. ૨૧૦૦ની સપાટી કુદાવી કામકાજના અંતે અનુક્રમે રૂ. ૨૬૨૦ અને ૨૧૫૦ની સપાટીએ મજબૂત રહ્યા હતા. તમામ પ્રકારના ખાદ્ય તેલોના ભાવ ઉછળતા ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જવા પામ્યું હતું.

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં તેજી આગળ વધીહતી. આવા માહોલમાં આજે દિવેલ તથા એરંડાના ભાવપણ ઉછળ્યા હતા. એરંડા માર્ચ વાયદો આજે રૂ.૧૨૮ ઉછળી રૂ.૪૭૦૦ વટાવી રૂ.૪૭૫૦ સાંજે બોલાઈ રહ્યો હતો.

મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૪૦થી ૧૫૫૦, કપાસિયા તેલના રૂ.૧૩૦૦થી ૧૩૦૫, મસ્ટર્ડના રૂ.૧૨૨૫, આયાતી પામતેલના રૂ.૧૨૩૫, સનફલાવરના રૂ.૧૭૭૦ તથા રિફા.ના રૂ.૧૮૧૦, સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૧૨૬૦તથા ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના રૂ.૧૧૪૦થી ૧૧૪૫ બોલાયા હતા.

પામતેલમાં જોકે આજે ઉંચા મથાળે નવી માગ પાંખી રહી હતી. ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ ૧૫ કિલોના રૂ.૨૩૯૦થી ૨૪૦૦ તથા ૧૦ કિલોના ભાવ રૂ.૧૫૦૦થી ૧૫૨૫ અને કોટન વોશ્ડના રૂ.૧૨૧૦થી ૧૨૧૩ રહ્યાના નિર્દેશો હતા. દેશમાં રૂના પાકનો અંદાજ ૩૬૦ લાખથી ઘટીને હવે ૩૫૮.૫૦ લાખ ગાંસડીના અંદાજાને થયાના સમાચાર મળ્યા હતા.

સીંગતેલ

તમામ પ્રકારના ખાદ્ય તેલોમાં આગઝરતી તેજી

દરમિયાન, વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો વધી છેલ્લે વિવિધ ડિલીવરીમાં ૧૦૫, ૬૬,૬૬,૭૦ તથા ૭૨ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો. જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ નજીકની ડિલીવરીમાં ૧૦ ડોલર વધ્યા હતા જયારે દૂરની ડિલીવરીમાં ભાવ પાંચ ડોલર નરમ રહ્યા હતા.

મલેશિયામાં ક્રૂડ પામ ઓઈલ પર વધારાનો સેસ આવશે એવી શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાલુ સપ્તાહમાં પામતેલના ભાવ સતત વધતા રહેતાં આ સપ્તાહ પાછલા સાડા પાંચ વર્ષનો સૌથી શ્રેષ્ઠ તેજીનો સપ્તાહ પુરવાર થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

મલેશિયામાં છેલ્લા સતત આઠ દિવસથી ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. ભારતમાં ફેબુ્રઆરીમાં વિવિધ ખાદ્યતેલોની કુલ આયાત ઘટી ૭ લાખ ૯૬ હજાર ૫૬૫થી ૫૭૦ ટન જેટલી થઈ છે જે પાછલા વર્ષે આ ગાળામાં ૧૧ લાખ ટન થયાનું ધી સોલવન્ટ એક્સટ્રેકટર્સ એસોસીએશને જણાવ્યું હતું. દરમિયાન, આર્જેન્ટીના ખાતે વ્યાપક વરસાદના પગલે ત્યાં સોયાબીનના પાક પર અસર પડયાના સમાચારમળ્યા હતા.

અમેરિકામાં કૃષિ બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૪૦ પોઈન્ટ વધ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ ૧૧૦ પોઈન્ટ ઉછળ્યા હતા સામે ત્યાં સોયાખોળના ભાવ ૮૧ પોઈન્ટ ગબડયા હતા જ્યારે કોટનના ભાવ ૩૧૩ પોઈન્ટ ઉછળ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના ઝડપી રૂ.૨૦ ઉછળ્યા હતા જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૧૦૦ ઉછળ્યા હતા.

સીંગતેલ

દેશમાં સતત બે મહિનાથી ઘટી રહેલી તેલોની આયાત

દેશમાં જાન્યુઆરીમાં ખાદ્યતેલોની કુલ આયાત ૧૦ લાખ ૭૪ હજાર ૬૩૫ ટન થઈ હતી તે ફેબુ્રઆરીમાં ઘટીને ૭ લાખ ૯૬ હજાર ૫૬૮ ટન થઈ છે. ૨૦૨૦ના ડિસેમ્બરમાં આવી આયાત ૧૩ લાખ ૨૮ હજાર ૧૬૧ ટન થઈ હતી. આમ છેલ્લા સતત બે મહિનાથી દેશમાં આવી આયાતમાં ઘટાડો થઈ રહ્યાના નિર્દેશો મળ્યા છે. દેશમાં ફેબુ્રઆરીમાં પામતેલની આયાત ૩ લાખ ૯૪ હજાર ૪૯૫ ટન થઈ છે જ્યારે સોયાતેલની આયાત ૨ લાખ ૮૫ હજાર ૯૭૩ ટન તથા સનફલાવર તેલની આયાત ૧ લાખ ૧૬ હજાર ૧૧૦ ટન થઈ છે.

સીંગતેલ

અમદાવાદમાં ખાદ્યતેલોમાં ઊછાળો

ખાદ્યતેલ ઊછાળો ડબાની કિંમત

સિંગતેલ જૂનો ડબો  ૨૦ ૨૪૨૦

સિંગતેલ નવો ડબો ૩૦ ૨૬૨૦

કપાસીયા જૂનો       ૫૦ ૨૦૫૦

કપાસીયા નવો      ૫૦ ૨૧૫૦

સોયાબીન              ૫૦ ૨૨૦૦

પામોલીન            ૩૦ ૧૯૯૦

સન ફ્લાવર   ૧૦૦ ૨૬૦૦

મકાઈતેલ            ૫૦ ૧૯૫૦

(આંકડા રૂપિયામાં)

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33