Last Updated on March 13, 2021 by
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને થયેલી ઇજા અંગે તપાસમાં રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું પંચને મોકલવામાં આવેલા અહેવાલમાં ચાર પાંચ લોકોના હુમલામાં ઉલ્લેખ કરાયો નથી.ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોની હાજરી ટાંકવામાં આવી છે.આ ઘટના ક્યાં બની છે તેના વિશે કોઈ સ્પષ્ટ ફૂટેજ ઉપલબ્ધ નથી.
જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક દુકાનમાં સીસીટીવી લગાવવામાં આવેલા કામ કરી રહ્યા ન હતા સ્થાનિક લોકો, પ્રત્યક્ષદર્શીઓનો મિશ્ર અભિપ્રાય છે. તેથી કોઈ નિષ્કર્ષ પર આવવું શક્ય નથી. આ ઘટના પછી રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય માટે નિયુક્ત બે સુપરવાઇઝરો પાસે રિપોર્ટ માંગ્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દીદીને એક અઠવાડિયા પછી ચેકઅપ માટે બોલાવવામાં આવ્યા છે.
તબિયતમાં સુધારો થતાં મમતાને હોસ્પિટલમાંથી રજા અપાઇ
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સ્થિતિમાં સુધારો થતાં આજે તેમને એસએસકેએમ સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોને તેમની રિકવરી સંતોષજનક લાગતા હાસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
૬૬ વર્ષીય મમતા બેનર્જીએ વારંવાર હોસ્પિટલમાંથી રજા આપવાની વિનંતી કરી હતી. પગમાં પ્લાસ્ટરના પાટા સાથે બનર્જી વ્હીલચેર પર બેસીને હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા હતાં અને તે પોતાના વાહનમાં બેસીને કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને જવા રવાના થયા હતાં.
તેમને રજા મળી ત્યારે તેમના ભત્રીજા અને ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી, પક્ષના સાથીઓ અને પ્રધાન ફિરહદ હકીમ હાજર રહ્યાં હતાં. ડોક્ટરના જણાવ્યા અનુસાર એક સપ્તાહની અંદર તેમને ફરીથી ચેક અપ માટે આવવું પડશે.
તૃણમુલનાં ડેલિગેશને મુખ્ય ચૂંટણી કમિશનરને મળી હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી
બીજી તરફ મમતા બેનર્જી પર થયેલા હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માગ સાથે તૃણમુલ કોંગ્રેસનું એક ડેલિગેશન આજે દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું હતું. ડેલિગેશને દાવો કર્યો હતો કે આ એક કમનસીબ અકસ્માત ન હતો પણ એક કાવતરું હતું.
૬ સભ્યોનું બનેલું આ ડેલિગેશન મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાને મળ્યું હતું. એક કલાક સુધી ચાલેલી આ મુલાકાતમાં ડેલિગેશને એક મેમોરન્ડમ પણ સુપ્રત કર્યુ હતું. આ મેમોરન્ડમમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ ટ્વિટર દ્વારા મમતાને ધમકી આપી રહ્યાં છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31