GSTV
Gujarat Government Advertisement

હેવાનિયત/ દુષ્કર્મ આચરીને પણ ના ધરાયો નરાધમ, ચાર વર્ષની બાળકીની કરી નાંખી આવી હાલત, આઘાતમાં પિતાએ કરી લીધો આપઘાત

બાળકી

Last Updated on March 13, 2021 by

દાદરાનગર હવેલીના નરોલીમાં ચાર વરસની બાળકીની ટૂકડા કરી હત્યા કરાયેલી લાશ મળતા હાહાકાર મચ્યો છે.બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરાઇ હતી. આ અંગે પોલીસે પાડોશમાં રહેતા શખસની ધરપકડ કરી હતી. તેણે બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કર્યાનુ પણ કબૂલ્યુ હતુ. માસૂમ બાળકી પર થયેલા હેવાનિયત ભરેલા આ કૃત્યથી આઘાતમાં સરી પડેલા પિતાએ આપઘાત કરી લીધો છે.

બાળકી

બાળકીની લાશ મળી આવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યુ

શુક્રવાર બપોરથી બાળકી ગુમ થયા બાદ તેની શોધખોળ શરૂ કરાઇ હતી. દરમિયાન રાત્રે તેની લાશ મળી આવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યુ હતુ. ચાર વરસની આ બાળકી શુક્રવારે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પર અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન તે બિલ્ડીંગ નીચેથી અચાનક ગુમ થઇ જતા તેના પરિવારજનો ચિંતામાં ગરકાવ થયા હતા. ચારેય તરફ બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી.

બાળકી

ઘટનાથી હતપ્રભ પિતાએ ફીનાઇલ પીને આપઘાત કર્યો

બાળકીનો કોઇ જગ્યાએ પત્તો ન લાગતા આખરે ચિંતાતુર બનેલા પોલીસે નરોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. માસૂમ બાળકી સાથે હેવાનિયત ભર્યા કૃત્ય સાથે હત્યા કરાતા પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો હતો. આ ઘટનાથી હતપ્રભ પિતાએ ફીનાઇલ પીને આપઘાત કર્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33