GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : 715 સંક્રમિત, 46 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં આવ્યાં એક્ટિવ કેસ

કોરોના

Last Updated on March 13, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં ૪,૦૦૬ એક્ટિવ કેસ છે જ્યારે ૫૧ દર્દી વેન્ટિલેટર પર છે. આમ, ગુજરાતમાં ૨૫ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૪ હજારને પાર થયો છે.દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૨,૭૬,૬૨૨ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૨૦ છે.

કોરોના

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો        ૧૨ માર્ચ       એક્ટિવ કેસ

  • સુરત         ૧૯૬           ૧,૦૧૬
  • અમદાવાદ   ૧૪૫             ૭૯૧
  • વડોદરા      ૧૧૭              ૬૬૪
  • રાજકોટ        ૬૯             ૨૭૬
  • ભાવનગર      ૨૦              ૯૧
  • ગાંધીનગર      ૧૮             ૬૨
  • ભરૃચ           ૧૪              ૯૧
  • કચ્છ            ૧૩            ૧૪૬
  • મહેસાણા        ૧૨             ૮૦
  • પંચમહાલ       ૧૨             ૬૭
  • ખેડા             ૧૨            ૫૪
કોરોના

આ ૩ જિલ્લામાં ૧૦૦થી વધુ એક્ટિવ કેસ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા એમ ૩ જિલ્લામાં ૧૦૦થી વધુ એક્ટિવ કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં ૧૮૩-ગ્રામ્યમાં ૧૩ સાથે ૧૯૬, અમદાવાદ શહેરમાં ૧૪૧-ગ્રામ્યમાં ૪ સાથે ૧૪૫ જ્યારે વડોદરા શહેરમાં ૯૧-ગ્રામ્યમાં ૨૬ સાથે ૧૧૭ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૬૪,૨૮૪-સુરતમાં ૫૫,૩૮૨ અને વડોદરામાં ૩૧,૦૮૭ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૯ સાથે રાજકોટ, ૨૦ સાથે ભાવનગર, ૧૮ સાથે ગાંધીનગર, ૧૪ સાથે ભરૃચ, ૧૩ સાથે કચ્છ, ૧૨ સાથે પંચમહાલ-મહેસાણા-ખેડા, ૯ સાથે આણંદ-જુનાગઢ, ૮ સાથે મોરબી-પાટણ, ૬ સાથે સાબરકાંઠા, ૫ સાથે નર્મદા-ગીર સોમનાથ-અરવલ્લી, ૪ સાથે મહીસાગર, ૩ સાથે બનાસકાંઠા-નવસારી, ૨ સાથે વલસાડ-તાપી-છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. ભાવનગર ગ્રામ્ય-બોટાદ-ડાંગ-પોરબંદર-સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

કોરોના

કોરોનાથી થયાં આટલા લોકોના મોત

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૨૧ જ્યારે સુરતમાં ૯૭૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૩૮, સુરતમાંથી ૧૦૮, રાજકોટમાંથી ૭૪, વડોદરામાંથી ૭૨ એમ રાજ્યભરમાંથી વધુ ૪૯૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૮,૧૯૬ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૬.૯૫% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩,૩૭૫ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૧.૨૨ કરોડ છે. હાલમાં ૨૫,૯૨૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33