Last Updated on March 13, 2021 by
ધો.10 અને 12 સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધ્યા બાદ ધો.12 સા.પ્ર.ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પણ વધી છે. જે મુજબ 22મી સુધી સ્કૂલો ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને 22મી સુધી વધેલી મુદત દરમિયાન ફોર્મ ભરવા માટે લેોઈટ ફી પણ નહી લેવામા આવે. આગામી 10મી મેથી લેવાનારી બોર્ડ પરીક્ષાઓ અંતર્ગત ધો.12 સા.પ્ર.ની બોર્ડ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની નિયત મુદત આજે પૂર્ણ થઈ ગઈ છે. જો કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજ પરિપત્ર કરીને દસ દિવસ મુદત વધારવામા આવી છે.
22મી સુધી હવે ફોર્મ ભરી શકાશે અને જે માટે કોઈ પણ લેઈટ ફી પણ નહી લેવામા આવે
જે મુજબ 22મી સુધી હવે ફોર્મ ભરી શકાશે અને જે માટે કોઈ પણ લેઈટ ફી પણ નહી લેવામા આવે. ઉપરાંત 22મી માર્ચ સુધીમાં કોઈ પણ સમયે ધો.12 સા.પ્ર.,વ્યવસાયલલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ.પ્રવાહના કોઈ પણ વિદ્યાર્થીની રજિસ્ટ્રેશન માહિતીમાં શાળા કક્ષાએથી સુધારો પણ કરી શકાશે ,જે માટે પણ કોઈ અલગથી ફી નહી લેવામા આવે.
જો કોઈ શાળાએ ફાઈનલ અપ્રૂવલ કરેલ હોય અને ફોર્મ ભરવાના કે સુધારા કરવાના બાકી હોય તો ફાઈનલ અપ્રૂવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કવાથી ફોર્મ ભરી શકાશે અને સુધારો પણ થઈ શકશે.હાલ નિયત મુદત સુધીમાં 5લાખી વધુ વિદ્યાર્થીન ફોર્મ ભરાયા છે. ગત વર્ષથી આ વર્ષે વિદ્યાર્થીઓ વધે તેવી શક્યતા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31