GSTV
Gujarat Government Advertisement

હાઇકોર્ટનો ચુકાદો વાંચી સુપ્રીમના જજે માથા પર લગાવવું પડ્યું પડ્યું બામ, ૪૫ મિનિટ સુધી વાંચ્યા પછી પણ ખબર ન પડી!

supreme court

Last Updated on March 13, 2021 by

સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલ(સીજીઆઇટી)ના એક કેસમાં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના એક આદેશ પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચુકાદો ઘણા સમય સુધી વાંચ્યા પછી પણ કશું પણ સમજમાં આવતું નથી કે કોર્ટ શું જણાવવા માગે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડે હિંદીમાં જણાવ્યું હતું કે શું જજમેન્ટ લખ્યો છે. હું આ ચુકાદાને ૧૦.૧૦ વાગ્યે વાંચવાનું શરૃ કર્યુ હતું અને ૧૦.૫૫ વાગ્યા સુધી વાંચતો રહ્યો પણ તેમાં શું લખ્યું છે તે જરા પણ સમજાયુ નથી.

ચુકાદામાં એટલા લાંબા લાંબા વાક્ય છે કે જજ શું કહેવા માગે છે તે ખબર જ નથી પડતી

આ અંગે જસ્ટિસ એમ આર શાહે પણ જણાવ્યું હતું કે મને પણ આ ચુકાદામાં કંઇ પણ સમજવામાં આવ્યું નથી. આ ચુકાદામાં એટલા લાંબા વાક્ય છે કે કશું ખબર જ પડતી નથી કે શરૃઆતમાં શું કહેવામાં આવ્યું છે અને અંતમાં શું કહેવામાં આવ્યું છે. આ ચુકાદો વાંચતી વખતે મને મારા પણ જ્ઞાાન અને સમજ અંગે પણ શંકા થવા લાગી. ચુકાદાનો અંતિમ પેરેગ્રાફ વાંચ્યા પછી મને માથા પર બામ લગાવવુ પડયુ.

ચુકાદો

શું છે સમગ્ર મામલો

ત્યારબાદ જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ચુકાદા એટલી સરળ ભાષામાં લખાયેલા હોવા જોઇએ કે કોઇ પણ સામાન્ય વ્યકિતને સમજમાં આવી જાય. આ ચુકાદો હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે નવેમ્બર, ૨૦૨૦માં આપ્યો હતો. આ કેસ કેન્દ્ર સરકારના એક કર્મચારીની અરજી પર આધારિત હતો. જેમાં હાઇકોર્ટે સીજીઆઇટીના આદેશને યોગ્ય ગણાવ્યો હતો. સીજીઆઇટીએ એક કર્મચારીને ભ્રષ્ટાચારનો દોષિત ગણીને દંડિત કર્યો હતો. દંડિત કર્મચારી હાઇકોર્ટ ગયો હતો. હાઇકોર્ટમાંથી રાહત ન મળતા તે સુપ્રીમ કોર્ટ ગયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33