Last Updated on March 12, 2021 by
અમદાવાદમાં પરવાનગી ન હોવા છતાં કોંગ્રેસે યોજેલી દાંડીકૂચ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા ફરી એક વખત કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, ‘કોંગ્રેસે ગુજરાતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ તેમની માનસિકતા ખોરવાઇ ગઇ છે. કોંગ્રેસને દાંડીયાત્રા યોજવા માટે પોલીસે પરવાનગી ન હોતી આપી. તેમ છતાં કોંગ્રેસના નેતાઓએ યાત્રા કાઢવાનો પ્રયાસ કરતા આખરે પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવાની ફરજ પડી હતી.’
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ દાંડીકૂચ યોજે તે પહેલાં જ તેઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસની દાંડીકૂચને તંત્રએ મંજૂરી આપી ન હોવા છતાં કોંગી નેતાઓએ દાંડીકૂચ યોજી હતી. જો કે કોંગ્રેસના નેતાઓ દાંડીકૂચ શરૂ કરે તે પહેલાં જ પોલીસે તમામ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આ દરમ્યાન કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના આગેવાનોની અટકાયત કરી હતી. જો કે, કોંગ્રેસના નેતાઓએ દાંડીકૂચ ચાલુ રાખવાનું જણાવતા પોલીસે અનેક નેતાઓની ટીંગાટોળી કરીને તેઓની અટકાયત કરી હતી.
જ્યાં ટ્રેક્ટર એકઠા કરાયા હતા એ પાર્ટી પ્લોટની બહાર પણ પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ બની હતી. જેથી પોલીસે દાંડીકૂચમાં જોડાનારા ટ્રેક્ટરોની હવા કાઢી નાખી હતી. દર વર્ષે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતુ હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે.
કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જો કે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી હતી. પોલીસ અટકાયત બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ‘પોલીસ અત્યાચાર કરી રહી છે. સરકાર પોલીસનો આશરો લઇ રહી છે. લોકશાહી બચાવવા કોંગ્રેસ લડતી રહેશે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31