Last Updated on March 12, 2021 by
રાજ્યમાં સતત કેટલાંય દિવસોથી આપઘાતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. એમાંય કોરોના મહામારીને કારણે લોકોના ઘરમાં ઊભી થયેલી આર્થિક સંકડામણ તેમજ કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણથી કંટાળેલ વિદ્યાર્થીઓના આપઘાત તો કોરોનામાં અગાઉ લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે ઘરમાં સર્જાયેલો ઘર કંકાસ તેમજ ઘરની અંદર પતિ-પત્ની વચ્ચેના અણબનાવો જેવી અનેક ઘટનાઓને કારણે રાજ્યમાં સતત આત્મહત્યા કર્યાના કેસો સામે આવતા રહે છે. ત્યારે તાજેતરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે.
ધોરણ-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો
સુરતના ઉધના વિસ્તારમાં એક 13 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઉધનાની ગાંધી કુટિરમાં રહેતી અને ધોરણ-7માં અભ્યાસ કરતી સ્તુતિએ ગળા ફાંસો ખાઇને મોતને વ્હાલું કરી લીધું છે. સ્તુતિના માતા-પિતા જ્યારે ઘરે આવ્યા ત્યારે તેને સ્તુતિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેઓ શોકમાં ગરકાવ થઇ ગયા હતાં.
મોતનું કારણ હજુ સુધી અકબંધ
સ્તુતિના માતા-પિતા 15 દિવસ બાદ વતન ઓડિશા જવાની તૈયારી કરી રહ્યાં હતાં. જેને લઇને નવા કપડાં અને સામાન ખરીદવાની તૈયારી ચાલી રહી હતી. જો કે, સ્તુતિએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31