Last Updated on March 12, 2021 by
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં કોરોનાના નવા 23,285 કેસ સામે આવ્યા છે. મોટા ભાગમાં કેસ ફક્ત આ છ રાજ્યોમાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડૂનો સમાવેશ થાય છે. દેશમાં 8 રાજ્યો એવા છે, જ્યાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે. તેમાં ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશનું નામ પણ જોડાયેલુ છે. જેટલા પણ એક્ટિવ કેસ છે, તેમાના 71 ટકા કેસ ફક્ત મહારાષ્ટ્ર અને કેરલમાં છે. પરિસ્થિતી વણસતા અમુક રાજ્યોએ કડકાઈ વધારી દીધી છે. પંજાબના અમુક જિલ્લામાં પણ કડકાઈ વધારી છે. આ ઉપરાંત લોકલ લેવલ પર નાના નાના વિસ્તારોમાં કંટેન્ટમેન્ટ ઝોન કરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડૂમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 57 દર્દીઓના થયા છે. પંજાબમાં-18, તમિલનાડૂમાં-5 અને મધ્ય પ્રદેશમાં-4 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રે ચિંતા વધારી
મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં પ્રતિબંધો લગાવ્યા છે. નાગપુરમાં સમગ્રપણે લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. આ ઉપરાંત અકોલા જિલ્લામાં પણ લોકડાઉન છે. નાસિક, થાણે, ઔરંગાબાદ, પરભણી, પુણે સહિત કેટલાય જિલ્લામાં પ્રતિબંધો લગાવ્યા છે. અહીં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. નાઈટ કર્ફ્યુ પણ લગાવ્યા છે. મુંબઈમાં હજૂ લોકડાઉન નથી લગાવ્યું, પણ બીએમસી સખ્ત થઈ છે.
પંજાબમાં સ્થિતી વકરી
પંજાબમાં પણ કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો આવી રહ્યો છે. ગત અઠવાડીયે અહીં જાલંધર, એસબીએસ નગર, હોશિયારપૂર અને કપૂરથલામાં નાઈટ કર્ફ્યૂ લગાવી દીધુ છે. પટિયાલામાં પણ નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે. અહીં કર્ફ્યૂ રાતના 11 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી રહેશે.
એરિયા સીલ કરી દેવામાં આવ્યા
ગુડગાવમાં પણ બુધવારે 18 કંટેટમેન્ટ ઝોન બનાવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં સીલ કરી દેવામાં આવ્યા છે. મૂવમેંટ પર પ્રતિબંધ છે. અને રૈંડમ ટેસ્ટિંગ કરવામા આવી રહ્યુ છે. જે એરિયાઝ હોટસ્પોટ્સ બની રહ્યા છે, પોલીસ તેને કોર્ડન ઓફ કરી દેશે. માસ્ક ન પહેરતા લોકોને પેનલ્ટી વસૂલવાનો આદેશ આપ્યો છે.
ઈમારતો પણ સીલ કરી દેવામાં આવી
ગાઝિયાબાદમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ ફેસિલિટીમાં 21 એન્જિનિયર્સ કોવિડ પોઝિટીવ ટેસ્ટ આવ્યા છે. ત્યાર બાદ પ્રશાસને ફક્ત 14 દિવસ માટે પરિસરનો એક ભાગ સીલ કરી દીધો હતો. શહેરમાં છ મહિના બાદ આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. દર્દીઓમાં હલ્કા લક્ષણો છે. આ તમામ સ્ટાફને બાજૂની ઈમારતમાં કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31