Last Updated on March 12, 2021 by
ગુજરાતમાં હવે બેવડા ધોરણો અપનાવાઈ રહી છે. ભાજપનો કાર્યક્રમ એ સરકારી બની જાય છે અને કોંગ્રેસને નિયમોને આધીન એક પણ કાર્યક્રમ કરવાની છૂટ મળી રહી નથી. દાંડીયાત્રા જ નહીં ભૂતકાળમાં પણ અનેક કાર્યક્રમોમાં આ મોડેલ જોવા મળ્યું છે. પોલીસતંત્ર કોંગ્રેસના કાર્યક્રમમાં એક્ટિવ થઈ જાય છે અને ભાજપના કાર્યક્રમમાં મૂકપ્રેક્ષક બની જાય છે. અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ દાંડીકુચ યોજે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસની દાંડીકુચને તંત્રએ મંજૂરી આપી ન હોવા છતાં કોંગી નેતાઓએ દાંડીકુચ યોજી હતી. જો કે કોંગ્રેસના નેતાઓ દાંડીકુચ શરૂ કરે તે પહેલા જ પોલીસે તમામ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમ્યાન કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાતમાં ભાજપ દાંડીયાત્રા કાઢે તો તે અમૃત મહોત્સવ અને કોંગ્રેસ દાંડીયાત્રા કાઢે તો નિયમોનું ઉલ્લંઘન. ગાંધીના ગુજરાતમાં દાંડીયાત્રામાં જ હિંસા આચરાઈ છે. પોલીસે બળજબરી કરી કોંગ્રેસી નેતાઓને દાંડીકૂચ ના કાઢવા દઇ બળજબરીથી અટકાયત કરી છે. પોલીસે દાંડીકૂચમાં જોડાનારા ટ્રેક્ટરોની આજે સવારે જ હવા કાઢી નાખી હતી.
કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વિપક્ષે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમારી યાત્રા શરુ થાય તે પહેલાં જ તમામ ટ્રેક્ટરની હવા કાઢી નાંખવામાં આવી હતી. ત્યારે હવે કોઈ પણ રીતે કોંગ્રેસ યાત્રા કાઢવા માટે મક્કમ બની હતી પણ કાર્યક્રમમાં ઘર્ષણનો માહોલ સર્જાયો હતો. ભાજપ સરકારના કાર્યકમમાં પોલીસ બંદોબસ્તમાં હતી અને કોંગ્રેસની યાત્રાને રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ બની હતી. દર વરસે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જો કે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી હતી.
- કોંગ્રેસ દાંડી કુચ કરવા મક્કમ
- કાર્યકર્તાઓ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર એકત્રિત થવાની શરૂઆત
- 2 વાગ્યા બાદ કોંગ્રેસ ગાંધી આશ્રમ જવા કરશે કૂચ
- કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો
- અમિત ચાવડા અને પરેશ ધાનાણીની આગેવાની માં દાંડી કુચ
પોલીસે અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના આગેવાનોની અટકાયત કરી
પોલીસે અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના આગેવાનોની અટકાયત કરી હતી. જો કે કોંગ્રેસના નેતાઓએ દાંડીકુચ ચાલુ રાખવાનું જણાવતા પોલીસે અનેક નેતાઓની ટીંગાટોળી કરી તેમની અટકાયત કરી હતી. કોંગ્રેસ ઓફિસ બહારથી જ નેતાઓને પોલીસ અટકાયત કરવાની હતી પરંતુ પોલીસ તેમને અટકાવી શકી ન હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, મહિલા નેતા પ્રગતિ આહીર સહિતના નેતાઓ અને કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતાં.પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા. વીએસ હોસ્પિટલ પાસે જ્યારે મહિલા PSI મહિલા નેતા પ્રગતિ આહીરને પકડવા ગયા ત્યારે ઝપાઝપી કરી અને હાથમાંથી છટકી અને આગળ વધવામાં સફળ રહ્યાં હતાં.
દાંડીકુચના ઐતિહાસિક પ્રસંગે પ્રદેશ કોંગ્રેસે દાંડીયાત્રા મોકૂફ કરી છે. પોલીસે કોંગ્રેસના કાર્યક્રમની મંજૂરી ન આપતાં પ્રદેશ કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખ્યો. કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને દાંડીયાત્રા મોકૂફ રહ્યાના મેસેજ કર્યા.. પાલડી કોચરબ આશ્રમથી દાંડી સુધી કોંગ્રેસે યાત્રાનું આયોજન કર્યું હતું.
“किसान सत्याग्रह- दांडी यात्रा” रोकने के लिए ने पुलिस के जरिए किसानों के ट्रैक्टरों में तोडफ़ोड़ कर हवा निकालने की हल्की मानसिकता, गोडसे के अनुगामि भाजपा शासको की तानाशाही का प्रदर्शन है ।#किसान_विरोधी_मोदी_सरकार pic.twitter.com/IlRyl57fpE
— Amit Chavda (@AmitChavdaINC) March 12, 2021
દાંડીયાત્રા માટેના કોંગ્રેસના ટેક્રટરોમાથી પોલીસે હવા કાઢી નાખી હતી..ખેડૂત સત્યાગ્રહમાં જોડાનાર ટ્રેક્ટરોની ટાયરોની હવા કાઢી પોલીસે હેરાનગતિ કર્યાનો કોંગ્રેસ કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો..કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે અમારા નેતાઓને પોલીસે નજર કેદ કરવાનો પ્રયત્ન કર્યો.દેશમાં લોકશાહી અને સ્વતંત્રતાનો અધિકાર છે.સરકારને જેટલા અત્યાચારો કરવા હોય એટલા અત્યાચાર કરી લે..અમે ગાંધી વિચારધારાને આગળ ધપાવવા માટે લડતા રહીશું
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31