GSTV
Gujarat Government Advertisement

91 વર્ષ બાદ ફરી એક વખત ભારત સહિત સમગ્ર દુનિયા દાંડીયાત્રાની સાક્ષી બની, યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાયા

Last Updated on March 12, 2021 by

91 વર્ષ બાદ ફરી એક વખત ભારત સહિત સમગ્ર દુનિયા દાંડીયાત્રાની સાક્ષી બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો. પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીને દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાયા છે. વર્ષ 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા યોજાશે. 6 એપ્રિલના રોજ આ યાત્રા દાંડી પહોંચશે

6 એપ્રિલના રોજ આ યાત્રા દાંડી પહોંચશે

અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવી આ મહોત્સવને રાષ્ટ્રના જાગરણનો તેમજ આત્મનિર્ભર ભારતનો મહોત્સવ ગણાવ્યો. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે અમૃત મહોત્સવના 5 મહત્વના સ્તંભ છે. આ સ્વરાજના સપનાઓને પૂરા કરવાનો મહોત્સવ છે.

આ સ્વરાજના સપનાઓને પૂરા કરવાનો મહોત્સવ

અમૃત મહોત્સવનો હેતુ યુવા પેઢીને સ્વતંત્રતા સંગ્રામની જાણકારી આપવાનો છે. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટ. 2023 સુધી આ અમૃત મહોત્સવ ચાલશે. પીએમ મોદીએ મહાત્મા ગાંધીની દાંડીયાત્રાને પ્રેરક ગણાવતા કહ્યું કે દાંડીયાત્રાએ દેશના તમામ નાગરિકોને જોડ્યા. આપણા દેશમાં નમક એટલે ઇમાનદારી અને વફાદારી છે. દાંડીયાત્રાનો પ્રભાવ અને સંદેશ વ્યાપક છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશને આઝાદ કરાવવામાં અનેક ચળવળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે… પરંતુ આ ચળવળોથી હજુ પણ અનેક લોકો અજાણ છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33