Last Updated on March 12, 2021 by
છેલ્લા ત્રણ મહિનામાં રાંધણ ગેસ (LPG)ની કિંમતમાં વધારો થયો હોવા છતાં રાંધણ ગેસ એલપીજીની વપરાશમાં ૭.૩ ટકાનો વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(પીએમયુવી)ના લાભાર્થીઓની વપરાશમાં ૧૯.૫ ટકાનો વધારો થયો છે.
LPGનો વપરાશ વધ્યો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(IOC)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએયુવી ગ્રાહકોમાં રાંધણ ગેસ (LPG)નો વપરાશ વધ્યો છે. ડિસેમ્બર, ૨૦૨૦થી લઇને ફેબુ્રઆરી. ૨૦૨૧ સુધીમાં રાંધણ ગેસના ભાવમાં રૃ. ૧૭૫ કરોડ રૃપિયાનો વધારો થયો હોવા છતાં તમામ કેટેગરીમાં રાંધણ ગેસનો વપરાશ વધ્યો છે.
પીએમયુવીના લાભાર્થીઓમાં રાંધણ ગેસના વપરાશમાં ૧૯.૫ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ મફતમાં ગેસ કનેકશન આપવામાં આવે છે. અત્યાર સુધી આઠ કરોડ ઘરોએ આ યોજનાનો લાભ લીધો છે. છેલ્લા ત્રણ મહિનામાં પીએમયુવી ગ્રાહકોએ ૧૧ લાખ ટન એલપીજીનો વપરાશ કર્યો છે. ગત નણાકીય વર્ષની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ, ૨૦૨૦થી ફેબુ્રઆરી, ૨૦૨૧ સુધીમાં એલપીજીના વેચાણમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે.
પીએમયુવી લાર્ભાથીઓને મફતમાં ગેસ કનેકશન અને ત્રણ વખત મફતમાં સિલિન્ડર ભરી દેવામાં આવે છે. આ યોજના પાછળ અત્યાર સુધી કેન્દ્ર સરકારે ૯૬૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31