GSTV
Gujarat Government Advertisement

જડબેસલાક બંદોબસ્ત:પીએમ મોદીની એક દિવસીય મુલાકાત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 1100થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં

Last Updated on March 12, 2021 by

અમદાવાદ શહેરની આજે પીએમ મોદી મુલાકાતે છે. પીએમ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રાના આયોજન અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની એક દિવસની મુલાકાતે આવવાના છે. જેને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત કથળે નહી તે માટે જડબેસલાક બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદની એક દિવસની મુલાકાતને પગલે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ અને ગાંધીઆશ્રમના રસ્તાઓને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પોલીસે આ રૂટ પર રિહર્સલ પણ કર્યું હતું અને તેમાં આવતી ખામીઓ દુર કરી હતી. વડાપ્રધાન આજે સવારે 10 વાગ્યે એરપોર્ટ પર આવશે.  ત્યારબાદ એરપોર્ટથી રિવરફ્રન્ટના રસ્તા પરથી સાબરમતી ગાંધીઆશ્રમ પહોંચશે.

એરપોર્ટથી રિવરફ્રન્ટના રસ્તા પરથી સાબરમતી ગાંધીઆશ્રમ પહોંચશે

ગાંધીઆશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન ભાગ લેશે. દાંડીયાત્રાના 91 વર્ષ પુરા થઈ રહ્યા હોવાના અવસરે દાંડી પુલ પર દાંડીયાત્રાનો વડાપ્રધાન ફ્લેગમાર્ચ કરશે. વડાપ્રધાનના રૂટ પર ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

એસપીજી અને ગુજરાત પોલીસની ટીમે મુલાકાતના સ્થળોનું નિરીક્ષણ કરી દીધું

વડાપ્રધાનના આગમન પહેલા એસપીજી અને ગુજરાત પોલીસની ટીમે મુલાકાતના સ્થળોનું નિરીક્ષણ કરી દીધું છે. જ્યારે બીજી બાજુ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થનારી ટી-20 મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો  આવવાના છે. જ્યાં પણ કાયદો અને પરિસ્થિતીને લઈને જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33