Last Updated on March 12, 2021 by
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 400થી વધુ નવા કેસ સામે આવ્યા છે,ગત 2 મહિનામાં આજે કોરોના વાયરસના સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. તો, મહારાષ્ટ્રમાં પણ આજે કોરોના વાયરસના 14317 નવા કેસ સામે આવ્યા છે. જે આ વર્ષે નોંધાયેલ કોરોના કેસમાં સૌથી વધુ છે. તેની સાથે જ રાજ્યમાં 57 દર્દીઓના મોત થયા છે. આ મોતની સાથે કુલ મૃતકોનો આંક 52667 થઇ ગયો છે.
ઘણા વિસ્તારો પર તોળાઈ રહ્યો છે લોકડાઉનનો ખતરો
કોરોનાના વધતા કેસ વચ્ચે નાગપુરમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તો રાજ્ય સરકારે ઘણા વિસ્તારોમાં પણ લોકડાઉન લગાવવાના સંકેતો આપ્યા છે. પુણેમાં કોરોનાના 21276 એક્ટિવ કેસ છે. નાગપુરમાં 13800, થાણેમાં 10825, મુંબઈમાં 10563 કોરોના એક્ટિવ કેસ છે.
દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ કેસ
જણાવી દઈએ કે ગુરુવારે રાજધાની દિલ્હીમાં 409 કોરોના કેસ સામે આવ્યા છે. આ પહેલા 8 જાન્યુઆરીના રોજ 444 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 2 હજારની ઉપર થઇ ગઈ છે. દિલ્હીમાં નવા કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા 2020 થઇ ગઈ છે. 22 જાન્યુઆરીના રોજ આ સંખ્યા 2060 હતી.
દેશમાં કોરોનાના આંકડામાં સતત વધારો
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં અચાનક જ તીવ્ર ઊછાળો આવ્યો છે. દેશમાં લગભગ ૭૬ દિવસ પછી પહેલી વખત કોરોનાના દૈનિક કેસ લગભગ ૨૩ હજાર જેટલા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ ૧.૧૨ કરોડ જેટલા થયા છે. જોકે, કોરોનાના દૈનિક કેસમાં ૮૬ ટકા જેટલું યોગદાન મહારાષ્ટ્ર, ગુજરાત સહિત માત્ર છ જ રાજ્યોનું છે. આ છ રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ કથળી છે. પરિણામે નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરી દેવાયું છે જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના અન્ય શહેરોમાં પણ લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે.
નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરી દેવાયું
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશમાં આ વર્ષે કોરોનાના દૈનિક કેસમાં ગુરુવારે વિક્રમી ઊછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨,૮૫૪ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૨,૮૫,૫૬૧ થઈ ગઈ છે. દેશમાં છેલ્લે ૨૫મી ડિસેમ્બરે એક જ દિવસમાં ૨૩,૦૬૭ કેસ નોંધાયા હતા. ત્યાર પછી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો હતો.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના અન્ય શહેરોમાં પણ લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી
જોકે, હવે અચાનક કોરોના કેસ વધવા લાગ્યા છે. દેશમાં કોરોનાથી વધુ ૧૨૬નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૮,૧૮૯ થયો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસ પણ વધીને ૧,૮૯,૨૨૬ થયા છે. જોકે, આ સમયમાં ૧,૦૯,૩૮,૧૪૬ દર્દીઓ સાજા થયા છે. આમ, રિકવરી રેટ ૯૬.૯૨ ટકા થયો છે જ્યારે કોરોનાથી મૃત્યુદર ૧.૪૦ ટકા છે તેમ આંકડામાં જણાવાયું છે.
અચાનક કોરોના કેસ વધવા લાગ્યા છે
દેશમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાના કેસમાં ઊછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૮૫૪ કેસમાંથી ૮૫.૯૧ ટકા કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. તેમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર (૧૩,૬૫૯)માં નોંધાયા છે, જે દૈનિક કેસમાં ૬૦ ટકા જેટલા છે. મહારાષ્ટ્ર પછી કેરળ (૨,૪૭૫) અને પંજાબ (૧૩૯૩)માં કોરોનાના દૈનિક કેસ વધ્યા છે. આ ઉપરાંત દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૨૬નાં મોત થયા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી ૫૪, પંજાબમાંથી ૧૭ અને કેરળમાંથી ૧૪નો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાંથી ૫૪, પંજાબમાંથી ૧૭ અને કેરળમાંથી ૧૪નો સમાવેશ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં જંગી ઊછાળાના કારણે ઉદ્ધવ સરકારે નાગપુરમાં ૧૫મી માર્ચથી ૨૧મી માર્ચ સુધી એક સપ્તાહ માટે આકરું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના અન્ય કેટલાક શહેરોમાં પણ લોકડાઉન લાગુ કરવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે નાગપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૫૧૩ નવા કેસ સામે આવ્યા છે. પરિણામે શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૨,૪૩,૭૨૬ થઈ ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં ૪,૮૭૭ લોકોના કોરોનાથી મોત થયા છે. આથી નાગપુરમાં ૧૫મી માર્ચથી ૨૧મી માર્ચ સુધી એક સપ્તાહનું આકરું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. નાગપુરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના દૈનિક કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૨,૫૨,૦૫૭ થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નિવેદન
દરમિયાન ભારત કોરોનાના અંત તરફ આગળ વધી રહ્યું છે તેવા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનના નિવેદન પછી કેન્દ્ર સરકારે હવે લોકોને કોરોના સામે વાચેતી રાખવા જણાવ્યું છે અને કહ્યું છે કે કોરોના મહામારી હજી પૂરી નથી થઈ. લોકોએ સાવધાની રાખવી જોઈએ. દેશમાં છ રાજ્યોમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરતાં નીતિ આયોગના સભ્ય (હેલ્થ) વી. કે. પૌલે જણાવ્યું હતું કે, લોકોએ કોરોના સામે સાવધાની રાખવાની જરૃર છે. કોરોના મહામારી હજી પૂરી થઈ નથી. તેથી લોકોએ તેને હળવાશથી લેવાની કોઈ જરૃર નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31