GSTV
Gujarat Government Advertisement

કોરોના વકર્યો / દેશમાં 76 દિવસ પછી પ્રથમ વખત દૈનિક કેસ 23 હજાર નજીક પહોંચ્યા: મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ લોકડાઉનની આશંકા

કોરોના

Last Updated on March 12, 2021 by

ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં અચાનક જ તીવ્ર ઊછાળો આવ્યો છે. દેશમાં લગભગ ૭૬ દિવસ પછી પહેલી વખત કોરોનાના દૈનિક કેસ લગભગ ૨૩ હજાર જેટલા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ ૧.૧૨ કરોડ જેટલા થયા છે. જોકે, કોરોનાના દૈનિક કેસમાં ૮૬ ટકા જેટલું યોગદાન મહારાષ્ટ્ર, ગુજરાત સહિત માત્ર છ જ રાજ્યોનું છે. આ છ રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ કથળી છે. પરિણામે નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરી દેવાયું છે જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના અન્ય શહેરોમા ંપણ લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે.

નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરી દેવાયું

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશમાં આ વર્ષે કોરોનાના દૈનિક કેસમાં ગુરુવારે વિક્રમી ઊછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨,૮૫૪ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૨,૮૫,૫૬૧ થઈ ગઈ છે. દેશમાં છેલ્લે ૨૫મી ડિસેમ્બરે એક જ દિવસમાં ૨૩,૦૬૭ કેસ નોંધાયા હતા. ત્યાર પછી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો હતો. 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના અન્ય શહેરોમા ંપણ લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી

જોકે, હવે અચાનક કોરોના કેસ વધવા લાગ્યા છે. દેશમાં કોરોનાથી વધુ ૧૨૬નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૮,૧૮૯ થયો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસ પણ વધીને ૧,૮૯,૨૨૬ થયા છે. જોકે, આ સમયમાં ૧,૦૯,૩૮,૧૪૬ દર્દીઓ સાજા થયા છે. આમ, રિકવરી રેટ ૯૬.૯૨ ટકા થયો છે જ્યારે કોરોનાથી મૃત્યુદર ૧.૪૦ ટકા છે તેમ આંકડામાં જણાવાયું છે.

અચાનક કોરોના કેસ વધવા લાગ્યા છે

દેશમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાના કેસમાં ઊછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૮૫૪ કેસમાંથી ૮૫.૯૧ ટકા કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. તેમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર (૧૩,૬૫૯)માં નોંધાયા છે, જે દૈનિક કેસમાં ૬૦ ટકા જેટલા છે. મહારાષ્ટ્ર પછી કેરળ (૨,૪૭૫) અને પંજાબ (૧૩૯૩)માં કોરોનાના દૈનિક કેસ વધ્યા છે. આ ઉપરાંત દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૨૬નાં મોત થયા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી ૫૪, પંજાબમાંથી ૧૭ અને કેરળમાંથી ૧૪નો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાંથી ૫૪, પંજાબમાંથી ૧૭ અને કેરળમાંથી ૧૪નો સમાવેશ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં જંગી ઊછાળાના કારણે ઉદ્ધવ સરકારે નાગપુરમાં ૧૫મી માર્ચથી ૨૧મી માર્ચ સુધી એક સપ્તાહ માટે આકરું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના અન્ય કેટલાક શહેરોમાં પણ લોકડાઉન લાગુ કરવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે નાગપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૫૧૩ નવા કેસ સામે આવ્યા છે. પરિણામે શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૨,૪૩,૭૨૬ થઈ ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં ૪,૮૭૭ લોકોના કોરોનાથી મોત થયા છે. આથી નાગપુરમાં ૧૫મી માર્ચથી ૨૧મી માર્ચ સુધી એક સપ્તાહનું આકરું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. નાગપુરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના દૈનિક કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૨,૫૨,૦૫૭ થઈ ગઈ છે.

દરમિયાન ભારત કોરોનાના અંત તરફ આગળ વધી રહ્યું છે તેવા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનના નિવેદન પછી કેન્દ્ર સરકારે હવે લોકોને કોરોના સામે વાચેતી રાખવા જણાવ્યું છે અને કહ્યું છે કે કોરોના મહામારી હજી પૂરી નથી થઈ. લોકોએ સાવધાની રાખવી જોઈએ. દેશમાં છ રાજ્યોમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરતાં નીતિ આયોગના સભ્ય (હેલ્થ) વી. કે. પૌલે જણાવ્યું હતું કે, લોકોએ કોરોના સામે સાવધાની રાખવાની જરૃર છે. કોરોના મહામારી હજી પૂરી થઈ નથી. તેથી લોકોએ તેને હળવાશથી લેવાની કોઈ જરૃર નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33