Last Updated on March 11, 2021 by
ચૂંટણી સંબંધિત રાજકીય પરિવર્તનને લઈને કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે, વર્ષ 2016-2020 દરમિયાન ચૂંટણીના સમયે કોંગ્રેસમાંથી 170 ધારાસભ્યોએ અન્ય પાર્ટીમાં જઈને બેસી ગયા હતા. જ્યારે ભાજપમાંથી ફક્ત 18 ધારાસભ્યો અન્ય પાર્ટીમાં જોડાયા હતા.
પાર્ટી બદલુ નેતાઓ
એડીઆરના આ રિપોર્ટમાં એવું પણ કહેવાયુ હતું કે, વર્ષ 2016-2020 દરમિયાન પાર્ટી બદલીને ફરી વખત ચૂંટણી મેદાનમાં ઉતરનારા 405 ધારાસભ્યોમાંથી 182 ભાજપમાં જોડાયા હતા, તો 28 ધારાસભ્યો કોંગ્રેસમાં અને 25 ધારાસભ્યો તેલંગણા રાષ્ટ્ર સમિતિમાં જોડાયા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન પાંચ લોકસભા સભ્યો ભાજપ છોડીને અન્ય પાર્ટીઓમાં શામેલ થયા હતા, તો 2016-2020 દરમિયાન કોંગ્રેસના સાત રાજ્યસભા સભ્યો અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
આ રાજ્યોના નેતાઓનો મહત્વનો ફાળો
આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, 2016-2020માં થયેલી ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 170 ધારાસભ્યો બીજી પાર્ટીઓમાં શામેલ થયા હતા, તે સમયે ભાજપના ફક્ત 18 ધારાસભ્યો જ અન્ય પાર્ટીમાં જોડાયા હતા. અહીં સૌથી અગત્યની વાત એ છે કે, મધ્ય પ્રદેશ, મણિપુર, ગોવા, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બનાવવા અને બગાડવામાં ધારાસભ્યોએ ખૂબ પાર્ટીઓ બદલી છે. આ રિપોર્ટ અનુસાર 2016-2020 દરમિયાન પાર્ટી બદલીને રાજ્યસભા ચૂંટણી ફરી વખત લડનારા 16 રાજ્યસભા સભ્યોમાંથી 10 ભાજપમાં જોડાઈ ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31