Last Updated on March 11, 2021 by
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ સતત દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સતત પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના કેસોનો આંકડો હાલ રાજ્યમાં ચિંતાજનક સ્થિતિએ જોવા મળી રહ્યો છે. એમાંય રાજ્યમાં હાલમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે તેમ છતાં સામે રાજ્યમાં એટલાં જ પ્રમાણમાં વધતા જતા કોરોનાના કેસોના આંકડાઓ લોકોમાં ચિંતા વધારી રહી છે.
આજ રોજ ગુરૂવારના રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 710 કેસ સામે આવ્યાં છે જેથી રાજ્યમાં કુલ કેસનો આંકડો 2 લાખને પાર પહોંચ્યો છે એટલે કે, 2,75,907 થયો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી. પરંતુ અત્યાર સુધીમાં કુલ મૃત્યુ પામનારની સંખ્યા 4418 થઇ છે.
આ સિવાય રાજ્યમાં આજે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 451 છે જ્યારે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,67,701 છે. જેથી રાજ્યમાં સાજા થવાનો દર 97.03 ટકાએ પહોંચ્યો છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3788 છે જેમાં વેન્ટિલેટર પર 49 અને સ્ટેબલ દર્દીઓની સંખ્યા 3798 છે. કોરોનાના વધતા કેસને લઇને કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. દેશમાં કોરોનાને લઈને મહારાષ્ટ્રમાં મોટી ચિંતા છે. સરકારે કોરોના વાયરસ સંક્રમણને હલકામાં ન લેવાની અપીલ લોકોને કરી છે. નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના નવા કેસમાં વધારાથી કેન્દ્ર સરકાર ખુબ જ ચિંતિત છે. દેશને જો કોરોના મુક્ત બનાવવો છે તો વાયરસ વિરૂદ્ધ તમામ સાવચેતી રાખવી પડશે. અમે મહારાષ્ટ્ર અંગે ખુબ જ ચિંતિત છીએ, આ ખુબ જ ગંભીર મામલો છે. વાયરસને હળવામાં ના લો અને જો કોરોના મુક્ત રહેવું છે તો કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
આજે કુલ 16,911 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 17,24,805 વ્યક્તિઓને વેક્સિનનો પહેલો ડોઝ અને 4,25,371 વ્યક્તિઓને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 10,135 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી ચુકી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31