Last Updated on March 11, 2021 by
આજે મહાશિવરાત્રિના મહા પર્વ નિમિત્તે ઠેર-ઠેર મંદિરોએ શિવજીની પૂજા-અર્ચના કરવા શિવભક્તો ઊમટી પડ્યાં છે. મહાશિવરાત્રિની ઉજવણી કરવા શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિએ ભાંગ, ભસ્મના સથવારે શિવભકતો ભોળા શંભુની ભકિત કરવામાં મગ્ન થઇ ગયા છે.
ઠેર-ઠેર વિવિધ વિસ્તારોમાં અવનવા ડેકોરેશન સાથે શિવાલયોને સુશોભિત પણ કરવામાં આવ્યાં છે તેમજ શિવલિંગને પણ શણગારવામાં આવ્યાં છે. ત્યારે ક્યાંક શિવભક્તો શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નદીમાં સ્નાન કરવા જાય છે તો ક્યાંક અભિષેકનું માહાત્મ્ય સમજીને ભક્તો દૂધ અને બિલિપત્ર તેમજ ગંગાજળથી શિવજીનો અભિષેક કરે છે.
એવામાં વાત કરીએ ભરૂચ જિલ્લાની તો અહીં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ છે. શક્તિનાથના શિવ મંદિરે શિવજીને જળાભિષેક માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. ૧૦થી ૧૨ ફૂટ લાંબી સ્ટીલની પાઈપ મુકીને ભક્તો દ્વારા શિવલિંગ પર જળાભિષેક કરાયો હતો. ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ભાંગની પ્રસાદીનું વિતરણ કરાતા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં રામેશ્વર મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઇ. હજારો લીટર ભાંગની પ્રસાદીનું વિનામૂલ્યે અહીં વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના કેટલાંક શિવ મંદિરોમાં તો ઘીના શીવજી તથા કમળો બનાવી ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યાં હતાં.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31