Last Updated on March 11, 2021 by
હવે ઘરમાંથી માતા-પિતાને એટલે કે વડીલોને કાઢી મૂકનારની ખેર નથી. રાજ્યમાં સિનીયર સિટીઝન સાથેનો કોઇ પણ પ્રકારનો અમાનવીય વ્યવહાર હવે ચલાવી નહીં લેવાય. સામાન્ય રીતે આપણે એવું અનેક જગ્યાએ જોતા હોઇએ છીએ કે, કેટલાંક દીકરાઓ પોતાના માતા-પિતાને તરછોડી મૂકતા હોય છે એટલે કે ઘરમાંથી કાઢી મૂકતા હોય છે, બાદમાં તેઓને ઘરડા ઘરમાં મૂકી આવતા હોય છે ત્યારે દીકરા કે વહુ અથવા તો કોઇ પણ સંબંધીની આવી વર્તણૂંક સામે હવે કાયદેસરના પગલાં લેવામાં આવશે. રાજ્યના ડીજીપીની સૂચના અનુસાર જો હવે કોઇ વરિષ્ઠ નાગરિકોને તેમના સંબંધી ઈરાદાપૂર્વક તરછોડશે તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે. જેમાં 3 માસની કેદ અથવા રૂ. 500 દંડ અથવા તો દંડ તેમજ સજા પણ કરાશે.
ભરણપોષણનો દાવો કરવા માટે પોલીસ હવે સિનિયર સિટીઝનને મદદ કરશે. રાજ્યમાં નમન-આદર સાથે અપનાપન યોજનાની વ્યવસ્થાનો અમલ કરવા ડીજીપીએ સૂચના આપી છે. આ વ્યવસ્થા અંતર્ગત તમામ પોલીસ મથકની હદમાં રહેતા સિનિયર સિટીઝનની યાદી તૈયાર કરાશે. સિનિયર સિટીઝનના પાડોશીની પણ યાદી તૈયાર કરાશે. સિનિયર સિટીઝનના રોજીંદા વ્યવહાર સાથે સંકળાયેલા તમામ લોકોની પણ યાદી તૈયાર કરાશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31