GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: પીએમ મોદીના માતા હીરાબાએ લીધી કોરોના રસી, નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કરી આ અપીલ

Nehru's photo in Modi's house

Last Updated on March 11, 2021 by

પીએમ મોદીના માતા હિરાબાએ COVID-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે. પીએમે ટ્વિટમાં લખ્યું છે કે હું આગ્રહ રાખું છું કે તમે આસપાસના લોકોની મદદ કરો અને રસીકરણ માટે પ્રેરિત કરો. નોંધનીય છે કે આ પહેલા પીએમ મોદીએ પણ કોરોના રસી લઈને લોકોને ચોંકાવી દીધા હતા, ત્યારે આજે પીએમ મોદીના માતાએ કોરોના વેક્સિન લીધી છે.

પીએમએ ટ્વિટ કરીને આપી જાણકારી

  • પીએમ મોદીના માતા હીરાબાએ મૂકાવી કોરોના રસી
  • પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી
  • દરેક નાગરિકને વેક્સિન લેવા કરી અપીલ

દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે કે જે લોકો હાલ વેક્સિન લેવા પાત્ર છે તેવા લોકોને વેક્સિનનો ડોઝ લેવા માટે મદદ અને પ્રોત્સાહિત કરવાનું કામ કરો.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન ગાંધીનગરના રાયસણમાં રહે છે. હીરાબેનની ઉંમર 100 વર્ષની નજીક છે. જોકે આ ઉંમરમાં પણ તેઓ એક્ટિવ રહે છે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી ચૂક્યા છે. પીએમ મોદીને એક માર્ચે દિલ્હીના એઈમ્સમાં વેક્સિનની ડોઝ આપી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની માતા હીરા બેનના ઘણા નજીક છે. પીએમ મોદી જ્યારે પણ ગુજરાતના પ્રવાસ છે. તો પોતાની માતા સાથે મુલાકાત જરૂર કરે છે. આ સિવાય જન્મદિવસના અવસરે પણ પીએમ મોદી પોતાની માતાને મળવા જતા રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે 1.84 લાખે પહોંચી ગઇ છે. ભારતમાં કોરોનાના કુલ ટેસ્ટ કરાયા તેની સંખ્યા હવે 22 કરોડને પાર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં ફરી એક જ દિવસમાં નવા 9927 કેસો નોંધાયા છે. એક માર્ચથી જ દેશમાં કોરોના વેક્સિનેશનના બીજા ફેઝની શરૂઆત થઈ હતી. આ ફેઝના અંતર્ગત 60 વર્ષથી વધારે ઉંમરવાળા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે જ 45 વર્ષથી વધારે ઉંમરવાળા લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી અઢી કરોડથી વધારે વેક્સિન લગાવાઈ ચૂકી છે.

મહારાષ્ટ્રમાં ફરી એક જ દિવસમાં નવા 9927 કેસો નોંધાયા

જ્યારે કેરળમાં 2316 અને પંજાબમાં નવા 1027 કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 133 લોકોના મોત નિપજ્યા છે જેમાં પાંચ રાજ્યોમાં જ 77.44 ટકા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓમાં  ફરી ભયંકર  વધારો નોંધાયો  છે.રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કોરોના વેક્સિન લીધી હતી. 45 અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું..સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ ત્રીજા તબક્કામાં કોરોના વેક્સિન આપવાની કવાયત શરૂ કરાઇ છે.

અંદાજિત 20થી 22 લાખથી વધારે લોકોએ મૂકાવી રસી

રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લામાં વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવામાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. રાજ્ય સરકારના 7 માર્ચ સુધીના વેક્સિનેશનના આંકડા અનુસાર, અત્યારસુધીમાં રાજ્યમાં 17,50,803 લોકોએ રસી મુકાવી છે. આમાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 45થી વધુ વયના લોકો સામેલ છે. વેક્સિન મુકાવનારાના કુલ આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવતા 1,59,465 લોકો કોરોના વેક્સિન મુકાવી છે. આ આંક રાજ્યભરમાં સૌથી વધુ છે. અમદાવાદ શહેરને બાદ કરતા જિલ્લાના બાકીના વિસ્તારોમાંથી 51256 લોકોએ રસી લીધી છે. અમદાવાદ શહેરમાં 45 થી 60 વર્ષના 44,751 લોકોએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, જે કોઈ પણ વયજૂથમાં સૌથી ઊંચો છે. 

ગુજરાત પાસે એક દિવસમાં 15 લાખ લોકોને વેક્સિન આપવાની ક્ષમતા

ગુજરાત સરકારે દાવો કર્યો છે કે એકવાર વેક્સિન આવ્યા પછી એક જ દિવસમાં 15 લાખ લોકોને વેક્સિન આપવાની ક્ષમતા ધરાવીએ છીએ. દેશમાં 4 તબક્કામાં વેક્સિન અપાઈ રહી છે. ગુજરાતમાં 15000 વેક્સિનેટર્સ સેન્ટર ખોલાયા છે. જેમાં દરેક સેન્ટર્સમાં 100 લોકોને રસી આપવાની વ્યવસ્થા છે. રસીકરણ માટે સરકારે 1.45 લાખ લોકોને ટ્રેનિંગ પણ આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33