Last Updated on March 11, 2021 by
મહારાષ્ટ્રમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અઘાડી સરકાર દ્વારા નાગપુરમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. નિતિન રાઉતે ગુરુવારે એલાન કરતા જણાવ્યું કે શહેરમાં 15થી 21 માર્ચ એટલે કે 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે, આ મામલે કોઈપણ વ્યક્તિ બહાર નિકળી નહી શકે માત્રને માત્ર જરૂરી સામાનોની દુકાનો ખુલ્લી રહેશે. પ્રાઈવેટ ઓફિસો સંપૂર્ણ બંધ રહેશે અને સરકારી ઓફિસોમાં પણ સ્ટાફ ઘટાડી દેવાશે.
આ મામલે કોઈપણ વ્યક્તિ બહાર નિકળી નહી શકે માત્રને માત્ર જરૂરી સામાનોની દુકાનો ખુલ્લી રહેશે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 13,659 નવા કેસ નોંધાયા છે. જેમાં પુણેમાં સૌથી વધુ 2507 કેસ સામે આવ્યા છે. 15થી 21 માર્ચ સુધી દરેક વ્યક્તિને ઘરમાંથી નીકળવા માટે મનાઈ ફરમાવામાં આવી છે.
Maharashtra | Complete lockdown to remain imposed in Nagpur City Police Commissionerate area from March 15 to March 21. Essential services will continue: Nagpur Guardian Minister Nitin Raut#COVID19
— ANI (@ANI) March 11, 2021
મહારાષ્ટ્રના 6 જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા બાદ, તેમને કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કોરોના કેસ સામે આવી રહ્યા છે, પરંતુ બુધવારે છેલ્લા પાંચ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા 16 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં 11 હજારથી વધુ નવા કોરોના કેસ મળી આવ્યા હતા. તે દિવસે 11,447 નવા કેસ આવ્યા હતા. જે પછી, હવે કોરોના સંક્રમણનો પોતાનો રેકોર્ડ તૂટી ગયો છે.
14 માર્ચ સુધી રહેશે પ્રતિબંધ
નાગપુરમાં જીવલેણ કોરોના વાયરસના વધતા મામલાને જોઈને 14 માર્ચ સુધી નાઈટ કર્ફયુ તો લાગું કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ તમામ હોટલ, મોલ, રેસ્ટોરેન્ટ અને ખાનગી ઓફિસને વિકેન્ડ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ વિકેન્ડ માં ફક્ત જરૂરી સામાનોની દુકાનો ખોલવાની અનુમતી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ
મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓમાં ફરી ભયંકર વધારો નોંધાયો છે. રાજ્યમાં લોકડાઉન ફરી મૂકવા આવશે કે નહિં એવી અટકળો વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાને સલએવા સંકેત આપ્યા છે કે જો કોરોના નિયંત્રણમાં નહિં રહે તો જરૂરથી આકરા પગલાં લેવા પડશે. આથી નાગરિકોએ પોતે કાળજી રાખીને કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
જો કે આજે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 13,659 કેસ નોંધાયા હતા અને 54 દરદીના મોત થયા હતા. જ્યારે 9913 દરદી સાજા ડિસ્ચાર્જ અપાયા હતા. અને રાજ્યમાં આજ દિને કોરોનાના 99,008 દરદી સક્રિય છે. એટલે કે આ દરદી વિવિદ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં આજે સુધી 1 કરોડ 71 લાખ 15 હજાર 534 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. આમાંથી અત્યાર સુધી 22,52,057 કોરોનાના પોઝીટીવ દરદી મળી આવ્યા હતા એટલે દરદીનું પ્રમાણ રાજ્યમાં 13.16 ટકા છે. અને મરણાંક 52,610 થયો છે. આથી દરદીનું મરણાંક પ્રમાણ 2.34 ટકા થયું છે.
જ્યારે રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 93.21 ટકા છે. એટલે કે આજ દિન સુધી 20,99,207 દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. આ સિવાય રાજ્યમાં 4,71,187 દરદી હોમ કવોરન્ટીન છે અમે 4,244 દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છે. મુંબઈમાં કોરોનાના કેસમાં કૂબ જ ઉછાળો આવ્યો છે આજે નવા 1539 કેસ નોંધાયા છે. અને પાંચ દરદીનાં મોત થયા હતા. આથી મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના 3,37,134 દરદી નોંધાયા છે અને 11515 દરદીનાં મોત થયા છે. જ્યારે મુંબઈમાં આજ સુધી કોરોનાના 314759 દરદી કોરોનાથી મુક્ત થયા છે. અને શહેરમાં 9973 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
શહેરની રહેવાસી મકાનમાં પાંચથી વધુ દરદી હોય તેવાં મકાન સીલ કરાયા છે ઓછા હોય તો તેમના માળા સીલ કરાય છે. હાલમાં મુંબઈમાં મકાનના આશરે 2,762 માળા સીલ કરાયા છે. જ્યારે 214 મકાનોને સંપૂર્ણ સીલ કર્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31