GSTV
Gujarat Government Advertisement

ગતિશીલ ગુજરાત! વિકસીત-વાઇબ્રન્ટના દાવાઓ પોકળ, રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે: વિકાસનો પરપોટો ફૂટ્યો

Last Updated on March 11, 2021 by

વિકસીત-વાઇબ્રન્ટ ગુજરાતમાં દિને દિને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે જેના કારણે  વિપક્ષે સવાલો ઉઠાવ્યાં છે કે, શું આવો વિકાસ હોઇ શકે. વિપક્ષનો આરોપ છે કે, ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવન ગુજારવા મજબૂર બની છે. વિધાનસભામાં ખુદ સરકારે એવી ચોંકાવનારી માહિતી આપી છેકે, છેલ્લાં એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં છે. એક બાજુ, ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતીઓ વધુને વધુ સમૃદ્ધ થઇ રહ્યાં છે.દરેક ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે તેવો ઢોલ પિટાઇ રહ્યો છે જ્યારે વાસ્તવિકતા કઇંક અલગ જ છે.

ગુજરાતીઓ વધુને વધુ સમૃદ્ધ થઇ રહ્યાં છે

ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવન ગુજારવા મજબૂર

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી છેકે, ગુજરાતમાં 0થી 16 ગુણાંકવાળા 16,19,226 પરિવારો છે જયારે 17થી 20 ગુણાંકવાળા 15,22,005 પરિવારો છે. કુલ મળીને 31,41,231 પરિવારો ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે.  રાજ્ય સરકારે ખુદ સ્વિકાર્યુ છે કે, છેલ્લા બે વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. બે વર્ષમાં સૌથી વધુ અમરેલીમાં 2411,રાજકોટમાં 1509 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. કોંગ્રેસનો આક્ષેપ છેકે, વાયબ્રન્ટ ગુજરાતના દાવા વચ્ચે ગરીબોની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે.

વાયબ્રન્ટ ગુજરાતના દાવા વચ્ચે ગરીબોની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે.

  રાજ્ય સરકારે ખુદ સ્વિકાર્યુ છે કે, છેલ્લા બે વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી

તા.8-7-2019ના રોજ વિધાનસભામાં સરકારે આંકડા રજૂ કર્યા હતાંકે, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા 30,94,580 છે જયારે ડિસેમ્બર,2020ની પરિસ્થિતિએ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધીને 31,41,231 થઇ છે.’

ભાજપ સરકારની આકરી ટીકા કરતાં વિપક્ષે આરોપ મૂક્યો

ભાજપ સરકારની આકરી ટીકા કરતાં વિપક્ષે આરોપ મૂક્યો છે કે, 31,41,231 ગરીબ પરિવારોમાં સરેરાશ એક કુંટુબ દીઠ 6 સભ્ય ગણવામાં આવે તો,1.88 કરોડ ગરીબોની સંખ્યા થાય. ટૂંકમાં એવું કહી શકાય કે, વિકસીત ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવવા મજબૂર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33