Last Updated on March 11, 2021 by
પ્રશ્નોતરી કાળ દરમિયાન આઉટસોર્સિગ સહિત શાળાઓમાં બાળકોની આરોગ્યની ચકાસણી મુદ્દે ચર્ચા થઇ રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલાં કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે એવી ચિમકી ઉચ્ચારી હતી કે, મને આ ગેલેરીમાં કૂદવાનુ મન થાય છે. આ સાંભળી એક તબક્કે વિધાનસભા ગૃહમાં સન્નાટો છવાયો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે એવી ચિમકી ઉચ્ચારી
આઉટસોર્સિગથી કર્મચારીઓની ભરતી કરીને શોષણ કરવામાં આવી રહ્યું છે તેવા વિપક્ષના આક્ષેપ સાથે ગૃહમાં તડાપીટ જામી હતી ત્યારે જ બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે ઉગ્રતાથી પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો. એટલું જ નહીં, તેઓ આક્રોશ વ્યકત કરતાં કહ્યું કે, જિલ્લાના અધિકારીઓ ધારાસભ્યના ફોન પણ ઉપાડતાં નથી. પ્રજાલક્ષી કામો હોય તો ય અધિકારીઓ આવુ વર્તન કરી રહ્યાં છે ત્યારે મને તો ગેલેરીમાંથી કૂદવાનુ મન થાય છે. આટલુ કહેતાં જ ગૃહમાં જાણે સન્નાટો છવાયો હતો.
જિલ્લાના અધિકારીઓ ધારાસભ્યના ફોન પણ ઉપાડતાં નથી
ધારાસભ્ય જશુભાઇ પટેલના ઉગ્ર વર્તન જોઇ અધ્યક્ષે તેમને શાંત રહેવા જણાવ્યુ હતું. આખરે મામલો થાળે પાડયો હતો. ઉલ્લેખનીય છેકે, અધિકારીઓના આવા વર્તનને લઇને ભાજપના ધારાસભ્યો પણ ફરિયાદો કરી ચૂક્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાન સહિતના ધારાસભ્યોએ અધિકારીઓની વર્ણતૂકને લઇને ભાજપ સરકાર સામે મોરચો માંડયો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31