GSTV
Gujarat Government Advertisement

દેશમાં મહાશિવરાત્રીની ધૂમ, હરિદ્વારમાં કુંભના પહેલા શાહી સ્નાન: 22 લાખ લોકોએ લગાવી ડૂબકી

Last Updated on March 11, 2021 by

દેશમાં આજે મહા શિવરાત્રીની ધૂમ છે. ભગવાન શિવના ભક્તો સવારથી જ મંદિરોની કતારમાં છે, હરિદ્વારમાં પણ મહાકુંભનું શાહી સ્નાન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કપરા સમય વચ્ચે આવેલી મહાશિવરાત્રી ખૂબ સાવધાની સાથે ઉજવવામાં આવી રહી છે. રાજ્ય સરકારોએ ઘણા નિયમો અને સાવચેતી રાખવાની વાત કરી છે, પરંતુ શિવભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ભગવાન શિવના ભક્તો સવારથી જ મંદિરોની કતારમાં

આજથી હરિદ્વારમાં મહાકુંભનો આરંભ થયો છે. હર કી પોડીમાં પરોઢે શાહી સ્નાન સાથે મહાકુંભનો આરંભ થયો છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ અહી ઉમટી પડ્યા છે. કોરોનાને પગલે સાવચેતી અને ગાઇડલાઇનના પાલન સાથે મહાકુંભની ઉજવણી થઇ રહી છે.

કોરોનાની એસઓપી આવતીકાલ સુધી લાગુ રહેશે. આ એસઓપી અનુસાર કુંભ મેલા પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને ૭ર કલાક પહેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી છે.

22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી ચૂક્યા

હરિદ્વારમાં કુંભમાં શાહી સ્નાનમાં અત્યર સુધી 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી ચૂક્યા છે. હવે ઘાટોને અખાડાઓ માટે ખાલી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી તમામ ગાઈડલાઈન સાથે આ કુંભ શરૂ થયો છે. સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33