Last Updated on March 11, 2021 by
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના કેસોનો આંકડો રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રસીકરણ અભિયાન વચ્ચે કોરોનાના વધી રહેલા કેસો ચિંતા વધારી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 675 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 484 દર્દી સ્વસ્થ થયાં છે. જોકે રાહતની વાત એ છે કે આજે રાજ્યમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત નથી થયું.
રાજ્યમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત નથી થયું
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,67,250 દર્દીઓએ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 97.11%એ પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલ 3529 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4418 દર્દીઓના મોત કોરોનાના કારણે થયાં છે.
કુલ 4418 દર્દીઓના મોત કોરોનાના કારણે થયાં
રાજ્યમાં કુલ 96,861 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 17,13,467 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 4,19,798 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ કરવામાં આવ્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 57,277 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર
આજે અમદાવાદમાં 175, સુરતમાં 179, વડોદરામાં 107, રાજકોટમાં 79, ભરૂચ, ખેડામાં 15-15 કેસ, કચ્છમાં 12, આણંદમાં 13, મહેસાણામાં 8, પંચમહાલમાં 8, દાહોદમાં 7, ગાંધીનગરમાં 15, સાબરકાંઠામાં 6, છોટાઉદેપુરમાં 5, જૂનાગઢમાં 8, અમરેલીમાં 4, જામનગરમાં 6, મોરબીમાં 3 કેસ, નર્મદામાં 3, ભાવનગરમાં 19, પાટણમાં 2, અરવલ્લી, દ્વારકા, તાપી, સુરેન્દ્રનગર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31